જો તમારી પાસે વધારાનું ભંડોળ પડ્યું છે અને કોઈ યોજનાઓમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો તમે LICની આ સ્કીમ (આધાર શિલા યોજના)માં રોકાણ કરીને સારી કમાણી કરી શકો છો. કારણ કે LICની આ સ્કીમ સરકાર દ્વારા સપોર્ટેડ છે. એટલે કે સરકાર પણ આ સ્કીમને સપોર્ટ કરે છે.

ખાસ વાત તો એ છે કે તેને ખાસ મહિલાઓ માટે તૈયાર કરવામાં આવી છે. આ યોજનામાં, તમને વીમાની સુરક્ષા અને સેવિંગ બંને લાભો મળતો હોય છે. આ યોજનામાં મહિલાઓ રોજના રૂ.87 જમા કરીને તેમના ભવિષ્ય માટે મોટું ફંડ તૈયાર કરી શકે છે.

LIC આધાર શિલા યોજના મહિલાઓ માટે રચાયેલ એન્ડોમેન્ટ, નોન-લિંક્ડ,પર્સનલ  જીવન વીમા સ્કીમ છે. આ પોલિસીની મુદત દરમિયાન મૃત્યુના કિસ્સામાં ગ્રાહકોના પરિવારને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે અને લાંબા ગાળા માટે સંપત્તિ એકઠા કરવામાં મદદ કરતી હોય છે. 8 થી 55 વર્ષની વચ્ચે ની તમામ મહિલાઓ આ યોજનામાં રોકાણ કરી શકે છે.

LICની આ સ્કીમમાં ક્યાં આધારે પ્રીમિયમ ચૂકવી શકાય

આ શિલાન્યાસ પોલીસી ની મેચ્યોરીટી સમય દસથી વીસ વર્ષ વચ્ચેનો છે. આ LIC પ્લાનની પાકતી ઉંમર 70 વર્ષ છે. જો કોઈ મહિલા આ સ્કીમમાં રોકાણ કરવા માંગે છે તો મહિલાઓ વધુમાં વધુ 3 લાખ રૂપિયામાં આ પોલિસી ખરીદી શકે છે. આ સાથે, માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે પણ હપ્તા ચૂકવી શકો છે.

જો મહિલાઓ 15 વર્ષની ઉંમરે રોજના 87 રૂપિયા જમા કરે છે  તો મહિલા એક વર્ષમાં LIC આધાર શિલા યોજનામાં 31755 રૂપિયા જમા કરશે. અને10 વર્ષ માટે પૈસા જમા કરાવવા પર, તમારી એકસાથે 317550 રૂપિયાની રકમ થશે.  આ પછી, મેચ્યોરિટી સમયે, તમને કુલ 11 લાખ રૂપિયા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *