હવે ઘરોમાં આવશે CNG-PNG કનેક્શન પહેલા મિત્રો એવો સમય હતો કે જો રસોઈ બનાવવી હોય તો ચૂલામાં ખુબ ધુમાડા સાથે રસોઈ કરવી પડતી, પરંતું સમય બદલાતા LPG ગેસ સિલિન્ડરનાં બાટલા આવી ગયા છે. અને દેશની મોદી સરકાર યોજનાઓ પણ ચલાવી રહી છે, જેના થકી દેશનો સામાન્ય નાગરિક પણ આ યોજનાનો લાભ લઈ શકે.

એવામાં અત્યારે તમને ઘરે બેઠા ‘ઇન્ડેન’ LPG રાંધણ ગેસ સિલિન્ડર મળી રહ્યા હશે, પરંતુ ટૂંક સમયમાં આ ભૂતકાળ બની જશે. સરકારી તેલ કંપની ઈન્ડિયન ઓઈલ, જે ‘ઈન્ડેન’ નામથી રાંધણ ગેસનો સપ્લાય કરે છે, તેણે લોકોના ઘરોમાં CNG એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને PNG એટલે કે પાઈપ્ડ નેચરલ ગેસના કનેક્શન(CNG-PNG કનેક્શન) આપવાનું શરૂ કર્યું છે.

આ સાથે તેમણે જણાવ્યું કે આ બંને ઈંધણ એલપીજી કરતા ઘણા સસ્તા છે. આ બજારમાં ઉપલબ્ધ અન્ય ઇંધણ વિકલ્પો કરતાં 30 ટકા સુધી સસ્તું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એરવીયો ટેક્નોલોજીસ સાથે મળીને તમિલનાડુમાં તેના પ્રકારનો પ્રથમ પ્લાન્ટ સ્થાપ્યો છે, જ્યાં CNG સિલિન્ડર પરીક્ષણ એકમ સ્થાપિત કરવામાં આવ્યું છે.

ઈન્ડિયન ઓઈલ નવ લાખ CNG-PNG કનેક્શન આપશે

ઈન્ડિયન ઓઈલનું કહેવું છે કે તે સમગ્ર દેશમાં 1.5 કરોડ લોકોને CNG અને PNG(CNG-PNG કનેક્શન) સપ્લાય કરશે. કોઈમ્બતુરમાં જ તેની યોજના લગભગ 9 લાખ કનેક્શન આપવાની છે. જો કે કંપનીએ આ માટે કોઈ અંતિમ લક્ષ્ય નક્કી કર્યું નથી, પરંતુ તેમાં ઘટાડો અથવા વધારો પણ થઈ શકે છે.

કંપની જમ્મુ અને કાશ્મીર અને પૂર્વોત્તર સિવાય સમગ્ર દેશમાં CNG અને PNG પાઇપલાઇન નાખવાની યોજના ધરાવે છે. આ બંને વિસ્તારમાં ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે અહીં પાઈપલાઈન નાખવામાં મુશ્કેલી પડે છે. તેમ છતાં સરકારની યોજના અહીં પણ પાઇપલાઇન નાખવાની છે. આ માટે સરકારે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવ્યું છે.

વધુમાં વાંચો :- BOB CSP Kai Rite Kholvi 2023: બેંક ઓફ બરોડા CSP લઈને તમારો વ્યવસાય શરૂ કરો

કેન્દ્ર સરકાર દેશમાં ગેસનું વેચાણ વધારવા માંગે છે. અત્યારે દેશની ફ્યુઅલ બાસ્કેટમાં તેનો હિસ્સો 6.5 ટકા છે, જે 2030 સુધીમાં વધારીને 15 ટકા કરવાનો છે. સરકારે લક્ષ્ય નક્કી કર્યું છે કે દેશની 98 ટકા વસ્તી CNG અને PNGનો ઉપયોગ કરે. હાલમાં દેશમાં એલપીજીનો મુખ્ય પુરવઠો આયાત દ્વારા મળે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *