ઈન્ડિયન આર્મી એટલે કે ભારતીય સેનામાં જોડાવાની સુવર્ણ તક બહાર પડી છે. જણાવી દઈએ કે સેનાએ ટ્રેડ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ એટલે કે TGC માટે જાન્યુઆરી 2024 બેચ માટે શોર્ટ નોટીસ બહાર પાડી છે.
અ પોસ્ટ માટે ઈચ્છુક અને લાયક ઉમેદવારો ઈન્ડિયન આર્મી એટલે કે ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. જણાવી દઈએ કે ઓનલાઈન અરજીઓ 18 એપ્રિલ 2023થી સ્વીકારવાની શરૂ થશે.
નોંધનીય છે કે સેના TGC 138 ની શોર્ટ નોટીસ અનુસાર, પાત્ર ઉમેદવારો 18 એપ્રિલથી 17 મે 2023 સુધી અરજી કરી શકશે. જણાવી દઈએ કે સિવિલ/બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ/કોમ્પ્યુટર ટેકનોલોજી / ઇન્ફો ટેક / એમ.એસસી કોમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ / પ્રોડક્શન / ઓટોમોબાઈલ અથવા સમકક્ષ, ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ/ટેલીકમ્યુનિકેશન/સેટેલાઈટ કોમ્યુનિકેશન અને મિક્સ પોસ્ટ દ્વારા એન્જિનિયરિંગ માટે ખાલી જગ્યા ભરવામાં આવશે.
ભારતીય સેનામાં જોડાવાની શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારો કે જેમને માન્ય કોલેજ અથવા સંસ્થામાંથી સંબંધિત ક્ષેત્રમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હોય અથવા તો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે છે. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ તેમના છેલ્લા વર્ષના પુરાવા જેવા કે માર્કશીટ વગેરે બતાવવાના રહેશે. આ સાથે જ મહત્વની વાત એ છે કે ઉમેદવાર અપરિણીત હોવો જરૂરી છે.
વધુમાં વાંચો :- આજે સોનાના ભાવમાં એકાએક જોરદાર ઘટાડો
ઉંમર મર્યાદા:
જો વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2024 ના રોજ લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ 27 વર્ષ હોવી જોઈએ. નોંધનીય છે કે અ માટે અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારાધોરણો મુજબ મહત્તમ વય છૂટ આપવામાં આવશે.