ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ11.12 બિલિયન ડોલરની નજીક પહોંચી ગઈ છે અને આ વિશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઇકાલે એટલે કે બુધવારે જણાવ્યું હતું. એમને કહ્યું હતું કે દેશ મોબાઇલ ઉપકરણોના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવા માટે તૈયાર છે અને ઇન્ડસ્ટ્રી બોડી ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન એટલે કે ICEOના ડેટા અને સ્ત્રોતોના અંદાજ મુજબ કુલ નિકાસમાં અડધો હિસ્સો iPhone નિર્માતા Apple ધરાવે છે.

આ સાથે જ વૈષ્ણવે જણાવ્યું હતું કે સ્માર્ટફોનની નિકાસ બમણી થઈને $11 બિલિયનથી વધુ થઈ ગઈ છે. આ સાથે જ ભારત વિશ્વના મોબાઈલ ડિવાઈસ માર્કેટનું નેતૃત્વ કરવા અને ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમની આ એક મોટી સફળતા છે. આ સાથે જ ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 45,000 કરોડથી બમણી થઈને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 90,000 કરોડ થવાની તૈયારીમાં છે.

આ સાથે જ સંસ્થાના ચેરમેને જણાવ્યું હતું કે, ‘મોટી માત્રામાં નિકાસ કર્યા વિના કોઈપણ અર્થતંત્ર કે ક્ષેત્ર વાઈબ્રન્ટ વૈશ્વિક અર્થતંત્ર કે ક્ષેત્ર બની શકતું નથી અને એટલા માટે જ મોબાઈલ ફોનની નિકાસની યાત્રા ચાલુ છે. આ સાથે જ મોબાઇલ ફોનની નિકાસમાં 100 ટકા વૃદ્ધિ સાથે નાણાકીય વર્ષ 2022-23માં આ આંકડો રૂ. 90,000 કરોડને વટાવી ગયો છે અને ઈલેક્ટ્રોનિક્સની નિકાસ પણ 58 ટકા વધીને રૂ. 1,85,000 કરોડ થઈ છે.

એક રિપોર્ટ અનુસાર અંદાજ છે કે એપલનો 5.5 અબજ ડોલર એટલે કે આશરે રૂ. 45,000 કરોડના મૂલ્યની ‘મેડ ઇન ઇન્ડિયા’ આઇફોન નિકાસ સાથે કુલ નિકાસમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. તો રૂ. 36,000 કરોડના ફોનની નિકાસમાં સેમસંગ ફોનનો હિસ્સો 40 ટકા જેટલો છે. અન્ય કંપનીઓના મોબાઈલ ફોન કુલ નિકાસમાં આશરે $1.1 બિલિયનનો હિસ્સો ધરાવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *