એક સમાચાર ઘણા વાયરલ થઈ રહ્યા છે કે ICICI બેંકનો ડેટા લીક થયો છે પણ હાલ મળતી જાણકારી અનુસાર બેંકે કોઈપણ ડેટા લીકનો ઇનકાર કર્યો છે આ સાથે જ ICICI બેંકે દરેક ન્યૂઝ એજન્સીને ઈમેલ દ્વારા જાણ કરી છે કે સાયબર ન્યૂઝ દ્વારા તેના લેખમાં દાવો કરવામાં આવેલ ડેટા લીક બેંકનો નથી. સાથે જ કહેવામાં આવ્યું છે કે સાયબર ન્યૂઝ દ્વારા અપલોડ કરાયેલા દસ્તાવેજો પણ વ્યક્તિગત યુઝર્સનો છે.

છેલ્લા ઘણા સમયથી ડેટા લીકના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે અને એક રિપોર્ટ અનુસાર ICICI બેંકના લાખો ગ્રાહકો અને કર્મચારીઓનો ડેટા લીક થયો છે.

શું ICICI બેંકના લાખો યુઝર્સનો ડેટા લીક થયો?

જણાવી દઈએ કે સાયબર ન્યૂઝે આ માહિતી શેર કરી હતી. રિપોર્ટ અનુસાર સાયબર ન્યૂઝને ડિજિટલ ઓશન બકેટ મળી હતી જેમાં ખોટી રીતે ગોઠવવામાં આવી હતી.

આ સાથે જ તેને કોઈપણ ઇન્ટરનેટ પર સરળતાથી એક્સેસ કરી શકાય એવી પણ માહિતી મળી હતી. જણાવી દઈએ કે સમાચાર અનુસાર આ ક્લાઉડ સ્ટોરેજ ICICI બેંકનું હતું જેમાં 35 લાખ ફાઈલો હતી અને એ ફાઈલોની અંદર યુઝર્સનો ડેટા હતા.

ડેટા લીક

હવે એ વાત છે કે સાયબર જગતમાં બેન્કિંગ અને ફાઇનાન્સ સંબંધિત કંપનીઓ સૌથી વધુ ટાર્ગેટ હોય અને એવામાં બેંકના ગ્રાહકોનો આ રીતે ડેટા લીક થવો એ મોટી બેદરકારી છે.

આ સાથે જ જો રિપોર્ટની માનીએ તો ICICI બેંકની આ ભૂલને કારણે લાખો યુઝર્સની અંગત વિગતો સહેલાઈથી લીક થઈ શકે છે. ICICI બેંકના આ રિસોર્સને સરકાર દ્વારા ‘ક્રિટીકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર’માં કેટેગરાઇઝ્ડ કરવામાં આવ્યું છે. એટલે કે જો આ ડેટા સાયબર ફ્રોડના હાથમાં આવી જાય છે તો તેનાથી એ બેંક અને તેના ગ્રાહકોને ઘણું નુકસાન થઈ શકે છે.

આ મામલાની જાણકારી બેંક અને CERT-IN ને આપવામાં આવી હતી અને તેને તાત્કાલિક ધોરણે ઠીક કરવામાં આવ્યું છે. જો કે આ જોખમને દૂર કરતું નથી કારણ કે ક્રિટિકલ સ્ટેટસ માર્ક પછી પણ તેને હેન્ડલ કરવામાં બેંક તરફથી બેદરકારી જોવા મળી છે.

વધુમાં વાંચો :- આ રીતે તમને ટ્વિટરમાં ફરીથી મળશે બ્લુ ટિક, જાણો માસિક ફી અને સંપૂર્ણ પ્રક્રિયા

આ ક્લાઉડ સ્ટોરેજનું નામ ડિજિટલ ઓશન બકેટ હતું, જેમાં લાખો લોકોની બેંક વિગતો, ક્રેડિટ કાર્ડ, નામ, જન્મ તારીખ, ઘરનું સરનામું, ફોન નંબર અને ઈમેલ હતા આ સાથે જ એ ક્લાઉડ સ્ટોરેજમાં યુઝર્સના પાસપોર્ટ, આઈડી, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ જેવી વિગતો પણ હાજર હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *