Train Status: ટ્રેનમાં દરેક લોકો મુસાફરીકરતાં હોય છે અને એવામાં ઘણી વખત એવું બનતું હોય છે કે ટ્લોકો સ્ટેશને જલ્દી પંહોચી જાય છે અને ટ્રેન ઘણી મોડી આવે છે એવામાં સમય બચાવવામાં માટે અને ટ્રેનની લાઈવ સ્થિતિ(Train Status) અને શેડ્યૂલ જાણો , આ તમારા બોર્ડિંગ રેલવે સ્ટેશન માટે તમારી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય જાણવા માટે ઘણા નંબર અને એપ પણ આપવામાં આવે છે.

ટ્રેનનું લાઈવ સ્ટેટસ જાણવા માટે આઈઆરસીટીસી દ્વારા દેશના લોકો માટે એક નવો વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે, જેના પર પેસેન્જરને સેન્ડ કર્યા બાદ થોડી જ સેકન્ડમાં તેની ટ્રેનનું લાઈવ સ્ટેટસ મળી જશે. આ પરથી ટ્રેન નંબર.અપડેટ જાણી શકાય છે.

ટ્રેનની લાઈવ(Train Status) સ્થિતિ અને શેડ્યૂલ જાણો

જો કે કેટલીકવાર સર્વર વ્યસ્ત હોવાને કારણે લાઇવ ટ્રેન સ્ટેટસ (Train Status)અપડેટ કરવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ દર વખતે એવું થતું નથી તે ત્યારે જ બને છે જ્યારે ઘણા બધા યુઝર્સ એક સાથે ટ્રેનની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરે છે.

Train Status

જો તમારી સાથે ક્યારેય આવું થાય તો બીજો ઉપાય એ છે કે તમે કોઈપણ ટ્રેનની સ્થિતિ ભારતીય રેલવેની પૂછપરછ અથવા અન્ય કોઈપણ સહાય માટે રેલ્વે હેલ્પલાઈન નંબર 139 પર ફોન કરીને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

Train Status

આ બધા સિવાય ભારતીય રેલ્વેની નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) પર પણ તમે આ વિશે જાણી શકો છો જેને એન્ડ્રોઇડ મોબાઇલ અને ટેબલેટ પર ડાઉનલોડ કરી શકાય છે. આ એપ સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી છે.

ઉપલબ્ધ સુવિધાઓ –

  • સ્ટેશન પર પ્રદર્શિત બોર્ડની નકલ કરવા માટે આ તપાસ શરૂ કરવામાં આવી છે. આની મદદથી તમે આગામી બે કે ચાર કલાક દરમિયાન સ્ટેશન પર ટ્રેનનું આગમન અને પ્રસ્થાન જોઈ શકો છો.
  • આ એપ જણાવશે કે તમારી ટ્રેન અત્યારે ક્યાં છે અને તેની વર્તમાન સ્થિતિ શું છે. ટ્રેનના આગમન કે પ્રસ્થાનનો અંદાજિત સમય કેટલો છે.
  • આ એપ દ્વારા તમે ટ્રેનનું સંપૂર્ણ શિડ્યુલ જાણી શકશો. કયા સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે, ટ્રેનનો રૂટ કયો છે. કયા સ્ટેશનેથી ટ્રેન ક્યારે આવશે કે ઉપડશે?
  • તમે અંતર અને દિવસોની સંખ્યા વિશે પણ જાણી શકો છો. તમારે જ્યાં જવું હોય ત્યાં કઈ ટ્રેનો જાય છે? તમે બધી માહિતી જાણી શકશો.
  • આ એપ જણાવશે કે કઈ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે અથવા કઈ ટ્રેન ક્યાં માટે કેન્સલ કરવામાં આવી છે.
  • જો કોઈ ટ્રેનના સમય કે રૂટમાં કોઈ ફેરફાર થયો હોય તો તેની માહિતી પણ એપ દ્વારા મેળવી શકાય છે.

વધુમાં વાંચો :- ઘર બેઠા આ રીતે ચેક કરો તમારી જમીન કોના નામે છે, વારસદાર માં કોના કોના નામ છે.

ટૂંકમાં NTES નો અર્થ નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ છે જેમાં તમારી ટ્રેનને સ્પૉટ કરો, લાઇવ સ્ટેશન, ટ્રેન શેડ્યૂલ, રદ કરાયેલી ટ્રેનો, રિશેડ્યુલ કરેલી ટ્રેનો, ડાયવર્ટ કરેલી ટ્રેનો અને સ્ટેશનો વચ્ચેની ટ્રેનો જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *