આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા જેમ કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને ઘણી સોશિયલ મીડિયા સાઇટ્સનો ખૂબ ઉપયોગ કરે છે. જેમાં ઈન્સ્ટાગ્રામ, ફેસબુકનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. એવામાં આજે અમે તમને Instagramથી ઘરે બેઠા પૈસા કમાવવાની સરળ રીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તમે Instagram નો ઉપયોગ કરીને ઘરે બેઠા પૈસા સરળતાથી કમાઈ શકો છો અને મહત્વની વાત એ છે કે આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા સાથે જોડાઈ રહ્યા છે, જેના કારણે એડવર્ટાઈઝિંગ કંપનીઓનો ઝોક પણ તેના તરફ વધી રહ્યો છે. એવામાં વિશ્વની સૌથી મોટી કંપનીઓ તેમના ઉત્પાદનો અને સેવાઓની જાહેરાત કરવા માટે સોશિયલ મીડિયા જેવી સાઇટ્સનો આશરો લઈ રહી છે.

જાણો કઈ રીતે કમાઈ શકો ઘરે બેઠા પૈસા

જો તમે પણ સોશિયલ મીડિયા પર પણ વધુ સમય પસાર કરો છો, તો આ સમયનો ઉપયોગ કરીને તમે અમુક વેબસાઇટ્સ દ્વારા ઘરે બેઠા સરળતાથી પૈસા કમાઈ શકો છો. જણાવી દઈએ કે Instagram થી પૈસા કમાઈ શકાઓ છો અને આજે અમે તમને આ એડવર્ટાઈઝિંગ કંપનીઓ વિશે જણાવીશું સાથે જ કઈ રીતે કોઈપણ કંપનીને પ્રમોટ કરીને લાખો કમાઈ શકો છો એ વિશે જણાવશું.

Instagram નો ઉપયોગ કરીને ઘરે બેઠા પૈસા કમાવવા માટે જો તમારી પાસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નથી, તો તમે આ સ્ટેપ્સનો ફોલો કરીને ઇન્સ્ટાગ્રામ પર તમારું એકાઉન્ટ બનાવી શકો છો.

ઇન્સ્ટાગ્રામથી ઘરે બેઠા પૈસા

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેવી રીતે બનાવવું

– Instagram માં એકાઉન્ટ બનાવવા માટે પહેલા Google માં Instagram સર્ચ કરો
– આ પછી પહેલી લિંક પર ક્લિક કરો
– create account પર ક્લિક કરો
– એ બાદ જીમેલ આઈડી અથવા ફેસબુકથી એકાઉન્ટ બનાવવા માટે કહેવામાં આવશે
– ફેસબુક પરથી તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવી શકો છો
– એકાઉન્ટ બનાવ્યા પછી બધી વિગતો દાખલ કરો જેમ કે નામ નંબર, ઇમેઇલ આઈડી અને ફોટો

જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામથી પૈસા કમાવવા એટલા સરળ નથી એ માટે તમારે ઈન્સ્ટાગ્રામ આઈડી પર ઘણા બધા ફોલોઅર્સ લાવવા પડશે. તમારા એકાઉન્ટ પર તમારા જેટલા વધુ ફોલોઅર્સ હશે, તેટલો વધુ નફો તમને મળશે. આ માટે તમારા ઈન્સ્ટાગ્રામ પર વધુ ને વધુ ફોલોઅર્સ વધારો.

ફોલોઅર્સ કેવી રીતે વધારવા?

ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહો અને ફોટા અને સ્ટોરી અપલોડ કરો જેના કારણે લોકો તમારા એકાઉન્ટમાં દરરોજ આવશે અને જોશે કે દરરોજ કોઈને કોઈ માહિતી આ એકાઉન્ટમાં આવે છે, જેથી લોકો તમારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને એવી રીતે ફોલો કરશે કે જેમ જેમ તમારા એકાઉન્ટમાં ફોલોઅર્સ વધશે તેમ એકાઉન્ટની રીચ વધશે.

વધુમાં વાંચો :- આ રીતે તમને ટ્વિટરમાં ફરીથી મળશે બ્લુ ટિક, જાણો માસિક ફી અને સંપૂર્ણ પ્રક્રિયા

હવે Instagram એકાઉન્ટ પર ફોલોઅર્સ વધશે ત્યારે કંપની તમારો સંપર્ક કેવી રીતે કરશે. એ માટે તમારા ઇન્સ્ટાગ્રામમાં તમારી ઈમેલ આઈડી કે ફોન નંબર હોવો જરૂરી છે. દેશમાં ઇન્સ્ટાગ્રામથી લાખો લોકો દર મહિને કરોડો રૂપિયા કમાય છે. એવું નથી કે માત્ર સેલિબ્રિટી જ ઈન્સ્ટાગ્રામથી ઘરે બેઠા પૈસા કમાઈ શકે છે પણ સામાન્ય માણસ પણ કમાઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *