ભારતમાં હવે આધાર કાર્ડ ખુબ જ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. કોઈપણ યોજના હોય કે બેંકીંગ ને લગતા કામ હોય તમામ જગ્યાએ આધાર કાર્ડ મહત્વપૂર્ણ બની ગયું છે. એમાં પણ જો આધાર ખોવાઈ જાય એટલે આપણા જરૂરી કામો અટકી જતા હોય છે.

જેના લીધે આધાર બનાવતી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI એ લોકોને PVC આધાર ઓનલાઈન ઓર્ડર કરવાની સુવિધા આપે છે. આ પીવિસી કાર્ડ યુઆઈડીએઆઈની વેબસાઈટ થી માત્ર 50 રૂપિયાની ફી ભરીને ઘર બેઠા ઑર્ડર કરી શકાય છે.

પીવીસી આધાર કાર્ડ

પિવીસી આધાર કાર્ડ માત્ર રૂ.50 માં

પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી આધાર કાર્ડ  માત્ર રૂ. 50ની ફી ચૂકવીને મેળવી શકો છો. આ કાર્ડમાં QR કોડ, હોલોગ્રામ, નામ, ફોટો, જન્મ તારીખ વગેરે માહિતી આપવામાં આવે છે. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો અમે તમને PVC આધાર કાર્ડ કેવી રીતે મેળવવું તે વિશે જણાવીશું.

PVC આધાર કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી

સૌ પ્રથમ https://uidai.gov.in/ ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.

ત્યાર બાદ માય આધાર વિકલ્પ પર જાઓ.

ત્યાર બાદ Order Aadhaha PVC કાર્ડ પર ક્લિક કરો.

જ્યાં તમારે 12 અંકનો આધાર નંબર નાખવો પડશે.

જો તમે ઈચ્છો તો 16 અંકનો VID NUMBER પણ આપી શકો છો. ત્યાર બાદ કેપ્ચા દાખલ કરો.

પીવીસી આધાર કાર્ડ 1

આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે.

ત્યાર બાદ કેપચા કોડને સબમિટ કરો.

જેમાં તમે પીવીસી આધાર કાર્ડનો પ્રીવ્યુ જોશો.

આ પછી તમારે રૂ 50.ની ફી ચૂકવવી પડશે.

તમે આ પેમેન્ટ નેટ બેંકિંગ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા કરી શકો છો.

વધુમાં વાંચો :- સરકારની મોટી જાહેરાત, જનધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયા! આ રીતે કરો અરજી કરો

ઑફલાઇન પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરવી-ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ મેળવો, માત્ર 50 રૂપિયામાં થઈ જશે કામ!

તમે PVC આધાર કાર્ડ ઑફલાઇન માંગવી શકો છો. આ માટે તમારે આધાર બેઝ સેન્ટર પર જવું પડશે. ત્યાં જઈને એક ફોર્મ ભરવાનું રહેશે. આ પછી તમારે PVC કાર્ડ માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ પછી, આ કાર્ડ તમારા ઘરના સરનામા પરથી 5 થી 6 દિવસમાં મોકલી આપવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *