આપણે બધા જાણીએ છીએ કે એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા ત્યારથી આ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર ઘણા મોટા ફેરફારો થયા છે. એવામાં આજથી એટલે કે 21 એપ્રિલથી, ટ્વિટરે લેગસી વેરિફાઈડ એકાઉન્ટ્સ એટલે કે તમામ અવેતન એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક માર્ક હટાવી દીધા છે.
જો કે એલન મસ્ક દ્વારા પહેલેથી જ આ વિશે જાહેરાત કરવામાં આવી હતી કે 20 એપ્રિલ પછી બ્લુ ટિક દૂર કરવામાં આવશે. એવામાં હવે દરેક કંપનીઓ અને લોકોએ વેરિફાઈડ માર્ક માટે ચૂકવણી કરવી પડશે. એવામાં તેને લઈણએ લોકો વચ્ચે ઘણી મુંઝવણ છે અને વેરિફાઈડ માર્ક કેવી રીતે મેળવવું એ વિશે જાણીએ..
ટ્વિટરમાં કોને બ્લુ ટિક મળશે?
જણાવી દઈએ કે Elon Musk એ બ્લુ ટિક સાથે વેરિફાઈડ માર્ક લોન્ચ કર્યું છે એટલે કે જો તમારું ખાતું કંપનીનું ખાતું છે તો તેના માટે ઓરેન્જ ટિકનું સબ્સ્ક્રાઇબ અને કોઈપણ સરકારી પોસ્ટ પર કામ કરી રહ્યા છો તો ગ્રે કલરના વેરિફાઈડ માર્કનું સબ્સ્ક્રિપ્શન અને જો વ્યક્તિગત એકાઉન્ટ છે બ્લુ ટિક માટે સબસ્ક્રિપ્શન લેવું પડશે.
આટલા પૈસા ખર્ચવા પડશે
એવામાં આજથી દરેકના એકાઉન્ટમાંથી વેરિફાઈડ માર્ક દૂર કરવામાં આવ્યું છે એ લોકો એમના ટીક ફરીથી મેળવી શકશે. જણાવી દઈએ કે એ લોકો ઉપયોગ મુજબ સબ્સ્ક્રિપ્શન લઈને ખાતું ચલાવી શકે છે. એવામાં ડેસ્કટોપ અને મોબાઈલ વર્ઝન માટે અલગ ફી છે. ડેસ્કટોપ માટે વેરિફાઈડ માર્કની માસિક ફી 650 રૂપિયા અને વાર્ષિક 6800 રૂપિયા ચૂકવવા પડશે અને મોબાઈલ વર્ઝન માટે માસિક 900 રૂપિયા અને વાર્ષિક 9400 રૂપિયા ખર્ચવા પડશે.
આ રીતે વેરિફાઈડ માર્ક પાછું મળશે
વેરિફાઈડ માર્ક પાછું મેળવવા માટે એપ અથવા વેબસાઇટ પર લૉગિન કરો
હોમ પેજની ડાબી બાજુ પ્રોફાઇલ વિકલ્પ પર ટેપ કરો અને ટ્વિટર બ્લુ પર જાઓ.
ત્યાં માસિક અને વાર્ષિક પ્લાનના ઓપ્શન મળશે
ઉપયોગ અનુસાર કોઈપણ એક પ્લાન પસંદ કરો
સબસ્ક્રિપ્શન પ્લાન પસંદ કર્યા પછી ચુકવણી કરો
ચુકવણી પછી થોડા જ સમયમાં બ્લુ ટિક મળી રહેશે