આધાર કાર્ડ અત્યારે ઘણો મહત્વનો દસ્તાવેજ બની ગયો છે અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI એ આધાર કાર્ડના દુરુપયોગને રોકવા માટે એક માર્ગ શોધી કાઢ્યો હતો.
જણાવી દઈએ કે આ રીત છે માસ્ક્ડ આધાર છે. એતલ કે હવે જો તમે આ આધાર વર્ઝનનો ઉપયોગ કરો છો તો તમને જે આધાર મળશે તેમાં આધાર નંબરના 8 અંક છુપાયેલા હશે અને તેમાં છેલ્લા ચાર અંકો જ દેખાશે.
તેનો મતલબ એમ છે કે જો તમારે તમારું આધાર કાર્ડ કોઈ જગયા પર શેર કરવું હોય કે માહિતી માટે આપવાનું રહે તો તો તમે માસ્ક્ડ આધાર આપી શકો છો .
એવાંમાં આ તમારી આધાર કાર્ડની વિગતો ચોરાઈ જવાના જોખમને ઘટાડે છે. સાથે જ કહેવાય છે કે માસ્કડ્ એક સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. ચાલો જાણીએ તેને કેવી રીતે ડાઉનલોડ કરવું..
જાણો કેવી રીતે માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરવું
1. માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરવા માટે myaadhaar.uidai.gov.in પર જઈને લોગિન કરો
2. એ બાદ તેમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને સેન્ડ OTP પર ક્લિક કરો
3. એ બાદ આધાર લિંક્ડ ફોન નંબર પર એક OTP આવશે, જે અહીં દાખલ કરીને લોગિન કરો
4. લોગિન કર્યા બાદ સર્વિસ વિભાગમાંથી આધાર ડાઉનલોડ સિલેકટ કરો
5. તેમાં પૂછમાં આવશે કે શું તમને માસ્ક્ડ આધાર જોઈએ છે? જ્એ બાદ એ વિકલ્પ પસંદ કરો.
6. આ પછી ડાઉનલોડ ક્લિક કરો.
7. હવે માસ્ક્ડ આધાર PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશ
8.નોંધનીય છે કે આ આધાર કાર્ડ ખોલવા માટે તમારે પાસવર્ડની પણ જરૂર પડશે અને આ માટે તમારે પાસવર્ડ નાખવો પડશે.
વધુમાં વાંચો :- Aadhar કાર્ડમાં સરનામું, જનમ તારીખ અને નામ કેટલી વાર બદલી શકાય છે, જુઓ વિગતો અને સરળ રીત
જણાવી દઈએ કે પાસવર્ડ છે- તમારા નામના પહેલા ચાર અક્ષરો કેપિટલ લેટરમાં અને તમારું જન્મ વર્ષ YYYY માં.
ઉદાહરણ તરીકે- જો તમારું નામ પાયલ છે અને તમારું જન્મ વર્ષ 1990 છે તો તમારો પાસવર્ડ PAYA1990 રહેશે