ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થતી નથી આ વખતે ઉનાળામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 1 મે સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે કમોસમી વરસાદની સંભાવના ફરી એકવાર થાય તેવી જાણકારી આપી છે. હવામાનશાસ્ત્ર એ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના આધારે રાજ્યમાં કમોસમી વરસાદ આવશે.
આવી સ્થિતિમાં ખેડૂતો પર ચિંતાના વાદળો છે. અમદાવાદ, ગાંધીનગર, મોરબી, રાજકોટ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, અમરેલી,ભરૂચ, સુરત, બોટાદ, ભાવનગર, જામનગર, અરવલ્લી, દાહોદ,સુરેન્દ્રનગર અને કચ્છમાં આજે બિનઆરોગ્યપ્રદ વરસાદ પડ્યો હતો. 29 એપ્રિલના રોજ. આ આગાહી કરવામાં આવી છે. પરિણામે આજે સમગ્ર દેશનું વાતાવરણમાં બદલાઈ ગયું છે.
ગુજરાતમાં ઘણખરા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. સવારે અમદાવાદમાં સેટેલાઇટ, મણિનગર, વટવા, ઇસનપુર, બોપલ, સીટીએમ જેવા અન્ય એરિયામાં વરસાદ પડ્યો હતો અને ગાંધીનગર જિલ્લામાં પણ માવઠું નોંધાયું છે.
આ જિલ્લાઓમાં આવતીકાલે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે 30 એપ્રિલે દાહોદ, સાબરકાંઠા, અમરેલી, છોટાઉદેપુર, ડાંગ, તાપી, ભાવનગર,અરવલ્લી, કચ્છ, નર્મદામાં વરસાદની આગાહી છે. તો 1 મેના રોજ અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ભાવનગરમાં માવઠું થઇ શકે છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો ને કમોસમી વરસાદને કારણે ચિંતા થવા લાગી છે.
ખેડૂતોના પાકમાં નુકસાન ની બીક
હવામાન વિભાગ અનુસાર અલગ અલગ વિસ્તારમાં માવઠું થયું.ઉનાળામાં ચોમાસાનો માહોલ છે. હાલમાં રાજ્યના અનેક જિલ્લાઓ માં ભારે વરસાદના કારણે પાક ને નુકસાન ની જાણકારી આપી છે. સુરત પંથકમાં ભારે વરસાદથી કેરીના પાકને નુકસાન થઈ શકે છે. આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઇડર 08 મિમી, ખેડબ્રહ્મા 04 મિમી, તલોદ 04 મિમી, પ્રાંતિજ 05 મિમી, વડાલી 07 મિમી, વિજયનગર 06 મિમી, હિંમતનગર 08 મીમી વરસાદ પડ્યો છે. અને હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરી છે.
વધુમાં વાંચો :- આવતા મહિને આટલા દિવસ બેંકો રહેશે બંધ, જાણી લો લીસ્ટ
ઉનાળામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખરાબ અસર થઈ છે તે માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે સાંત્વના આપી હતી. રાજ્યના અધિકારીઓ દ્વારા પાકના નુકસાનની તપાસ કરવામાં આવી છે. જો કે, રાજ્ય સરકાર માવઠાથી પાકના નુકસાનની ભરપાઈ કરી નથી.
કૃષિમંત્રી રાઘવજી પટેલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે રાજ્યે માવઠાના કારણે ખેડૂતોના પાકના નુકસાનની તપાસ પૂર્ણ કરી છે. છેલ્લા તબક્કામાં સહાયની પ્રક્રિયા છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આ સાંત્વના આપી હતી.