મેઘરાજા હજુ પણ બંદ થવાનું નામ નથી લેતા, આગામી મહિનામાં પણ કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.

માર્ચ માસમાં જે ઉનાળાની શરુઆત પણ ચોમાસાની શરૂઆતને ચિહ્નિત કરે છે, રાજ્યમાં ગાજવીજ સાથે હળવા થી ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેથી એપ્રિલ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મે મહિનામાં ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે.

5 મે સુધી વરસાદી માહોલ જારી રહેશે.

હવામાનશાસ્ત્રી એ જણાવ્યું કે, એપ્રિલ બાદ મે મહિનામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. 29 એપ્રિલ થી 5 મે સુધી રાજ્યના વિવિધ એરિયામાં વરસાદ પડી શકે છે. મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતાઓ છે.

ચક્રવાત અરબી સમુદ્રમાં આવશે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, 10 થી 18 મે વચ્ચે બંગાળની ખાડીમાં ચક્રવાત ત્રાટકશે. તેથી, 25 મે થી 10 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં તોફાન આવશે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયે વરસાદ પડી રહ્યો છે. તેથી જ 8મી જૂને દરીયામાં વધુ ઉથલપાથલ થશે.

જાણો શું કહે છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ

હવામાન વિભાગ ની આગાહી મુજબ તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે પરિણામે ખેડૂતોના માથે ચિંતાના ઘેરા વાદળો ઘેરાઈ ગયા છે.

29 એપ્રિલ થી અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ, અમદાવાદ,સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, જામનગર, મોરબી, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છ માં આગાહી છે, જેને કારણે આજે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે.

વધુમાં વાંચો :- ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપશે આ 3000થી ઓછી કિંમતનાં AC

રાષ્ટ્રીય હવામાન સેવાના જણાવ્યા મુજબ, આવતીકાલે 30 એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, અને નર્મદામાં આગાહી છે, 1 મે ના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *