ગુજરાતનાં ખેડૂતો માટે વરસાદની આગાહી ને લઈને વધુ એક સારા સમાચાર છે, જેની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 2 દિવસમાં રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના છે. જ્યારે ખાસ કરી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે.

ઉનાળા વિશે સારા સમાચાર છે. આ વર્ષે પહેલીવાર મે મહિના માં એવો અહેસાસ થયો નથી, પરંતુ પ્રથમ વખત ઓછી ગરમીનો અનુભવ થશે. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં સતત બદલાવને કારણે આ વર્ષે મે મહિનામાં ઉનાળો ઓછો રહેશે. પરંતુ હવે હવામાન વિભાગે બે દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

વાવાઝોડા સાથે વરસાદની આગાહી 1

અમદાવાદ શહેરના વાતાવરણમાં બપોરે પલટો આવ્યો હતો. જેમાં એસજી હાઈવે, બોપલ, ગોતા, સેટેલાઈટમાં વરસાદ જેવું વાતાવરણ થયું, જ્યારે સરખેજ, વાસણા, જીવરાજ પાર્ક, પાલડીના હવામાનમાં પલટો આવ્યો છે. તેવી જ રીતે વાડજ, નારણપુરા, મેમનગર, શિવરંજનીમાં પણ વરસાદ પડી રહ્યો છે.

આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી

રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. અમદાવાદના એસજી એક્સપ્રેસ હાઇવે પર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 16:00 થી 3 કલાક આગાહી કરી હતી.

કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. પવનની ઝડપ પણ 40 કિ.મી પ્રતિ કલાકની રહેવાની અંદાજ છે.

હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. આગામી 2 દિવસમાં રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

વાવાઝોડા સાથે વરસાદની આગાહી

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા માં પવનની ઝડપ વધુ રહેવાની ધારણા છે. વરસાદની સાથે સાથે રાજ્યમાં તાપમાન 39 થી 40 ડિગ્રી વચ્ચે છે. જો કે હવામાનની આગાહી મુજબ તાપમાન 40 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા નથી. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં મુક્યા છે.

વધુમાં વાંચો :- જાણો આજના જીરાના ભાવએ મચાવી ધમાલ રાજકોટ માર્કેટમાં 38000 ભાવ, બીજા પાકના ભાવ જોવા ક્લિક કરો.

હવામાન એજન્સીના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મે મહિનામાં ગુજરાત અને સમગ્ર દેશમાં આકરી ગરમી પડવાની શક્યતા ઓછી છે. અલ નીનોની ઈફેક્ટને કારણે દેશમાં ચોમાસું નબળું થઇ શકે છે.

પશ્ચિમમાં દુષ્કાળને કારણે કદાચ ઉનાળો ટૂંકો રહેશે. ગુજરાતમાં મે મહિનામાં તાપમાન ભાગ્યે જ 43 ડિગ્રીથી ઉપર જશે. 15 થી 31 મે સુધીનું સરેરાશથી તાપમાન સામાન્યથી કરતાં ઓછું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *