હવામાન વિભાગે આવતા પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની શકયતાઓ દર્શાવી છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થવાની સ્થાનિક હવામાન વિભાગની ભવિષ્યવાણીએ ખેડૂતોને ઊંઘ હરામ કરી દીધી છે. હવામાન વિભાગના ડૉ મનોરે કહ્યું છે કે રાજ્યમાં પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતાઓ છે. દાહોદ, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં આજે વરસાદનું અનુમાન છે
અમદાવાદમાં પણ આજે હળવો વરસાદ થવાની શકયતાઓ છે. 6 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, રાજકોટ અને દિવમાં વરસાદની સંભવાના છે. 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ થઈ શકે છે. રાજ્યમાં વાદળ છવાયેલા રહેશે. અમદાવાદમાં પણ આવતી 11 એપ્રિલ સુધી અમદાવાદમાં આકાશમાં ક્યારેક આંશિક વાદળો રહશે તો ક્યારેક ગરમી લાગશે
પશ્ચિમી વિક્ષોભના કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ બતાવવામાં આવી છે. જો કે આ મહિનામાં ગયા મહિનાની સરખામણીએ ઓછો વરસાદ છે. હવામાન વિભાગે આવતા 48 કલાકમાં રાજ્યના ઉત્તરમાં અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શકયતાઓ દર્શાવી છે.
હવામાન વિભાગે 5 એપ્રિલ સવારે 8 30 વાગ્યાથી 7 એપ્રિલ સવારે 8 30 વાગ્યા સુધી માવઠાની અસર રહેવાની શક્યતાઓ દર્શાવી છે. જો કે એ પછી વરસાદ નહિ પડે એવું પણ કહ્યું છે. ગરમીની શરૂઆત પછીથી રાજ્યમાં તાપમાન સમાન્ય કરતા સહેજ નીચું નોંધાયું હતું જો કે ગરમીની લહેર ધીમે ધીમે ધીમે વધી રહી છે
ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોભના કારણે વરસાદની સંભાવના છે. માર્ચ મહિનામાં પ્રદેશમાં ચોમાસા જેવું રહ્યા પછી એપ્રિલમાં પણ વરસાદની શક્યતાઓ છે. વરસાદના કારણે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું છે