Gujarat High Court Recruitment 2023
નોકરી શોધી રહેલા લોકો માટે સારા સમાચાર છે જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે આસિસ્ટન્ટ (Gujarat High Court Recruitment 2023) ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ સંસ્થામાં સહાયકની જગ્યા પર ભરતી કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ બહાર પડી છે અને આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા 28મી એપ્રિલથી શરૂ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 19 મે 2023 છે. એટલે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અધિકૃત વેબસાઇટ gujarathighcourt.nic.in અને hc-ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી (Gujarat High Court Recruitment 2023) ની વધુ વિગતો એમ જ અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.
1778 ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે અને નોટિફિકેશન મુજબ આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે છે અને જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
આ સાથે જ તમને જણાવી દઈએ કે આર્થિક રીતે નબળા વર્ગો અને ભૂતપૂર્વ સૈનિકોના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 500 ચૂકવવાના રહેશે તો અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.
વધુમાં વાંચો :- BSFમાં મોટી ભરતી, હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે આ રીતે કરો અરજી
આ રીતે અરજી કરો
ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ hc-ojas.gujarat.gov.in ની મુલાકાત લો એ બાદ ઉમેદવાર હોમપેજ પર વર્તમાન નોકરીઓ પર ક્લિક કરો. હવે હવે ઉમેદવારો સહાયકની ખાલી જગ્યાઓ માટે અરજી કરીને ઉમેદવાર અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. એ બાદ અરજી ફી ચૂકવી દો.