4G કે 5G કપાસનું વાવેતર: હવે વરસાદની સિઝન આવતા જ ખરીફ પાકની વાવણી શરૂ થઈ થશે. હાલમાં નકલી પ્રોડક્ટનું વેચાણ થઈ રહ્યુ છે. આમાંથી કૃષિ પણ બાકાત નથી.

ઘણા ખેડૂતો નકલી બિયારણની જાળમાં ફસાઈ ગયા છે. સરકારે ખેડૂતોને આગામી ખરીફ સિઝનમાં વાવણી માટે બિયારણની ખરીદી વખતે છેતરપીંડીથી બચવા સાવચેત રહેવા જણાવ્યું છે. આ મામલે સરકારે ગ્રામજનોને અલગ-અલગ સલાહ આપી હતી.

4G કે 5G કપાસનું વાવેતર

આગામી ખરીફ સીઝન માટે બિયારણની ખરીદી કરતી વખતે, રાજ્યના ખેડૂતોએ છેતરપીંડીથી બચવા સાવચેતી રાખવી જોઈએ.

રાજ્યના કૃષિ નિયામકના જણાવ્યા અનુસાર ખેડૂતોએ લાયસન્સ ધરાવતી સહકારી સંસ્થાઓ, સરકારી એજન્સીઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

4G કે 5G કપાસનું વાવેતર

કોઇપણ સંજોગોમાં લાયસન્સ વિનાના અથવા લાઇસન્સ વિનાની વ્યક્તિ, કંપનીઓ અથવા વેપારીઓ પાસેથી બિયારણની ખરીદશો નહી.

વધુમાં વિનંતી કરી છે કે બીજ ખરીદી વખતે લાયસન્સ નંબર, આખું નામ, સરનામું અને બીજ ખરીદનારનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને ખરીદેલ બિયારણની એકપાયર તારીખ દર્શાવતો એક સહી કરેલ બિલ હોવું જોઈએ.

તમારી બિયારણની થેલીઓ સીલ કરેલી અને એકપાયર થવાની તારીખ ની ખાતરી કરવા માટે પણ તપાસો અને કોઈ પણ સંજોગોમાં એકપાયર થઈ ગયેલા બીજ ખરીદો નહીં.

કોઈ પણ સંજોગોમાં તમારે 4G અને 5G તેવા અલગ-અલગ નામોથી વેચાતા બનાવટી બિયારણની ખરીદવા જોઈએ નહીં.

ખાસ કરીને કપાસ બિયારણની થેલી અથવા પેકેટો કે જેમાં ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધોરણ ન હોય

વધુમાં વાંચો :8500 ચોટીલામાં કપાસના ઊંચા ભાવ મળ્યા હોવાથી ખેડૂતો ખુશખુશાલ

જો આવા બિયારણનું વેચાણ જણાય તો તરત જ તે જિલ્લાના કૃષિ નિરીક્ષક અથવા નાયબ નિયામક કૃષિ (વિસ્તરણ) અધિકારીને જાણ કરવી.

વાવણી પછી પણ ખરીદેલ બિયારણનું પેકેટ કે થેલી અને બિલ પ્લાન્ટેશન મેનેજરની સૂચના મુજબ રાખવા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *