khedut

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીને ને નુકશાન થયું એની ચર્ચા થઈ. બેઠકમાં થયેલી ચર્ચાનું વિવરણ આપતા ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે માર્ચ 15થી 64 જિલ્લા પ્રભાવિત થહ હતા. તાલુકામાં 2785 ગામના પાકને નુકસાનન સમાચાર આવ્યા હતા. પાકના નુકસાનની સૂચનાના આધારે રાજ્ય સરકારે પ્રભાવિત જિલ્લામાં તાત્કાલિક સર્વે અભિયાન ચલાવ્યું છે

565 સર્વે ટીમો દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લા જેવા કે જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરુચમાં વિગતવાર સર્વેનું કામ શરૂ કરવામાં અવાયું છે. આ સિવાય જિલ્લાતંત્ર તરફથી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકશાનીની રજૂઆતોને ધ્યાને લઇ પ્રભાવિત વિસ્તારમાં પાક નુકશાન સર્વેની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે

પ્રવક્તા મંત્રીએ સર્વેની જાણકારી આપતા કહ્યું કે રાજ્ય સરકારે આ 15 જિલ્લામાં કુલ 199951 હેકટરર પ્રભાવિત વિસ્તારમાં સર્વેનું કામ પૂરું કરી લીધું છે. જેમાં કૃષિ પાકના પ્રભાવિત વિસ્તાર 183121 હેકટર અને ઉઘાનિક પાકના પ્રભાવિત વિસ્તાર 16830 હેકટર છે.સર્વેક્ષણના વિવરણ અનુસાર 42210 હેકટર વિસ 330 ટકા કે એનાથી વધુ ક્ષતિગ્રસ્ત છે. જેમાંથી 30895 હેકટર કૃષિ પાક અને 11315 હેકટર બગબાની પાકને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય આપદા મોચન કોષના નિયમ અનુસાર રાજ્યમાં 33 ટકાથી વધુ ક્ષતિવાળા ખેડૂતોને સહાયતા રકમ આપવા પર રાજ્ય સરકાર દ્વારા વિચાર કરવામાં આવશે

અત્રે એ જણાવવાનું કે છેલ્લે 4 માર્ચ 2023થી 24 માર્ચ 2023 સુધી રાજ્યના 30 જિલ્લાના 198 તાલુકામાં 1મિમીથી 47 મિમી વરસાદ નોંધાયો છે. જેમાંથી 10 જિલ્લાના 34 તાલુકામાં 10 મિમીથી વધુ વરસાદ થયો છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *