શું દુબઈમાં સોનું ખરેખર સસ્તું મળે છે? સામાન્ય વર્ગનો માણસ હોય કે મોટા અમીર લોકો હોય, સૌ કોઈ લોકો સોના ચાંદીના દિવાના છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકો સોનાના લવથી વાકેફ છે. તમને જણાવી દઈએ કે આપણે એટલે કે ભારતીયો, વિશ્વના સૌથી મોટા સોનાના આયાતકારમાંના એક છીએ.

દેશભરના લોકોને રોકાણથી લઈને લગ્નમાં ભેટ તરીકે આપવા અને સોના ચાંદીનાં ઘરેણાં બનાવવા સુધીની દરેક વસ્તુમાં ખૂબ જ રસ છે. તેનું એક કારણ એ જ છે કે ‘સિટી ઓફ ગોલ્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ભારતમાંથી દર વર્ષે લાખો લોકો દુબઈ ટ્રીપ પર અથવા કામ કરવા જાય છે. વર્ષ 2022માં દુબઈ વિઝિટ કરનારા ભારતીયોની સંખ્યા 12 લાખથી વધુની હતી.

દુબઈમાં સોનું ખરેખર સસ્તું

શું દુબઈમાં સોનું ખરેખર સસ્તું મળે છે?

જો તમે પણ માનતા હોવ કે ભારત કરતાં દુબઈમાં સોનું સસ્તું છે, તો ચાલો દુબઈના સોનાના ભાવ પર એક નજર કરીએ. આજે સવારે દુબઈમાં સોનાની કિંમત ઔંસ દીઠ 40.37 દિરહામ વધી છે.

હવે જો આપણે ગણતરી સમજીએ તો એક ઔંસમાં 28.3 ગ્રામ સોનું હોય છે, જ્યારે ભારતમાં તેની કિંમત 10 ગ્રામના યુનિટમાં નક્કી કરવામાં આવતી હોય છે.

વધુમાં વાંચો :- પીએમ કિસાન યોજના: અટકી જશે 14માં હપ્તાના પૈસા, ફટાફટ કરી નાખો આ કામ

સવારે, દુબઈના બજારમાં સોનાની કિંમત 40.37 દિરહામ એટલે કે લગભગ રૂ. 901.37 વધીને 7,410 દિરહામ પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. રૂપિયામાં આ કિંમત 1.65 લાખ રૂપિયા પ્રતિ ઔંસ હતી, એટલે કે 28.3 ગ્રામ સોનાની કિંમત 1.65 લાખ રૂપિયા હતી. એટલે કે એક ગ્રામ સોનાની કિંમત 5,830 રૂપિયાની આસપાસ થઈ જાય છે.

ભારતમાં સોનાનો ભાવ કેટલો છે?

દુબઈમાં સોનું સસ્તું

હવે ભારતમાં સોનાની કિંમત જોઈએ. હાલમાં MCX પર સોનાની કિંમત 60,943 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ રીતે એક ગ્રામની કિંમત 6,094 રૂપિયા થઈ ગઈ. હવે તમે વિચારતા જ હશો કે દુબઈમાં સોનાની કિંમત ખરેખર સસ્તી છે. પણ હવે ગણતરી ક્યાં પૂરી થઈ? હવે વાત કરીશું સોના પર લગતા ટેકસ વિશે.

ભવિષ્યમાં જો તમે દુબઈ ફરવા જાઓ છો અને પછી સોનાની વસ્તુઓની ખરીદી કરો છો, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમે એક મર્યાદામાં જ દુબઈથી સોનું લાવી શકો છો. દુબઈથી ભારતમાં સોનું લાવવાની ફ્રી મર્યાદા પુરુષો માટે 20 ગ્રામ છે. જ્યારે મહિલાઓ માટે તે 40 ગ્રામ છે.

જો તમે ઉપર દર્શાવેલ કરતા વધુ સોનું લાવશો તો એ સોના પર ટેક્સ ચૂકવવો પડશે. ભારતમાં સોના પર જીએસટી, ઈમ્પોર્ટ ડ્યુટી, એગ્રીકલ્ચર સેસ અને ટીડીએસ જેવા ટેક્સ વસૂલવામાં આવે છે.

દુબઈમાં સોનું ખરીદવાનો એકમાત્ર ફાયદો એ છે કે દુબઈમાં સોનું બજારમાં આંતરરાષ્ટ્રીય ભાવે વેચાય છે. તેમજ દુબઈ સરકાર સોના પર 5 ટકા સમાન વેટ વસૂલે છે. જ્યારે સોનાના બિસ્કિટ કે કાચા માલ પર કોઈ ટેક્સ નથી. એટલે કે જો તમે સોનાના બિસ્કીટ ખરીદો છો અથવા તો સોનાનો કાચો માલ ખરીદો છો તો તેના પર કોઈ ટેકસ વસૂલવામાં નહિ આવે. એટલા માટે જ લોકો દુબઈથી સોનું વધારે ખરીદે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *