સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.22% ના વધારા સાથે 61,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેન્ડ કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.40 ટકા વધીને
74, 914 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કિલોગ્રામના લેખે ટ્રેન્ડ કરી રહ્યું હતું. ઓગસ્ટ 2020 બાદ આશરે અઢી વર્ષ બાદ 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એ સાથે 58, 660 રૂપિયાની ટોચ પર પહોંચીને નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. જો કે ત્યાર પછી દોઢ મહિનામાં આજના અસામાન્ય ઉછાળા બાદ સોનાએ ફરી એકવાર પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી છે. એમસીએક્સ પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત પ્રમાણે એક તોલા સોનું 61, 090 રૂપિયા પર ટ્રેન્ડ થયું છે. અમદાવાદમાં હાલમાં 56,300 રૂપિયા સોનુ અને ચાંદી 61,410 રૂપે એક કિલો વેચાઈ રહ્યું છે.
સોનાની શુદ્ધતા સમજવાની રીત :-
24 કેરેટ = 100 ટકા શુદ્ધ સોનું (99.9%)
20 કેરેટ =83.3 ટકા શુદ્ધ સોનું
22 કેરેટ = 91.7 ટકા શુદ્ધ સોનું
18 કેરેટ= 75.0% શુદ્ધ સોનું
મિસ્ડ કોલ કરો અને જાણો સોના ચાંદીના ભાવ:-
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવાર ibja દ્વારા દરજારી કરવામાં આવતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીના ના છૂટક દર જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. ટૂંક સમયમાં એસએમએસ દ્વારા તમને દરો પ્રાપ્ત થશે. આ સિવાય તમે સતત અપડેટ્સ માટે www.ibja.com અથવા ibjarates.com ની મુલાકાત પણ લઈ શકો છો.
તમને જણાવી દઈએ કે વિવિધ શુદ્ધતાના સોનાની નાનક કીમત ભારતીય બુલિયન જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જારી કરાયેલ કિંમતો કરતા અલગ હોય છે. આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની છે. IBJA દ્વારા જારી કરાયેલા દર દેશભરમાં સામાન્ય છે, પરંતુ જીએસટી તેની કિંમતમાં સામેલ નથી ઉપરાંત તમને જણાવી દઈએ તો જ્વેલરી ખરીદતી વખતે ટેક્સના સમાવેશના કારણે સોના કે ચાંદીના ભાવ વધે છે.