અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે સોનું એક દિવસમાં 355 રૂપિયા સસ્તું થયું હતું અને આંતરરાષ્ટ્રીય બજારમાં નબળા વલણને કારણે સ્થાનિક બજારોમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે.
અ છે સોના-ચાંદીના ભાવ
જણાવી દઈએ આ ઘટાડા બાદ 10 ગ્રામ સોનાની કિંમત ઘટીને 60,095 રૂપિયા થઈ ગઈ છે અને આ સાથે જ અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉના ટ્રેડિંગ દિવસે સોનું 60,450 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું અને વિદેશી બજારમાં સોનું ઘટાડા સાથે $1,997 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ સાથે જ બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ 420 રૂપિયા ઘટીને 73,680 રૂપિયા પ્રતિ કિલો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 24.85 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન (IBJ)ની વેબસાઈટ પર કરવામાં આવેલા રેટ અપડેટ મુજ દિલ્હીમાં 24 કેરેટ ફાઈન ગોલ્ડની કિંમત પ્રતિ ગ્રામ 6,035 રૂપિયા અને 22 કેરેટ સોનું 5,891 પ્રતિ ગ્રામ હતું. નોંધનીય છે કે આ કિંમતો GSTઅને મેકિંગ ચાર્જ વિના દર્શાવવામાં આવી છે.
ધ્યાનમાં રાખવા જેવી વાત છે મોટેભાગે 22 કેરેટનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે તો કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. જ્વેલરી પર કેરેટ પ્રમાણે હોલ માર્ક બનાવવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999 લખેલું છે, જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.