અમેરિકા અને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં મંદીના ડરને કારણે સોના-ચાંદીના ભાવમાં સતત વધારો-ઘટાડો થઈ રહ્યો છે. એવામાં આજે બંને કીમતી ધાતુના ભાવમાં એવો ઉછાળો નોંધાયો હતો, આજના વધારા સાથે જ સોના(Gold) અને ચાંદીના(Silver) ભાવ નવા રેકોર્ડ ઉંચા સ્તરે પહોંચી ગઈ હતી.
સોનાની કિંમતમાં થયો આટલો વધારો
જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજના નવીનતમ ભાવ જોઈને તમે ચોંકી જશો જણાવી દઈએ કે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 480 રૂપિયા વધીને 61,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી હતી. આ સાથે જ ગઈકાલે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 60,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
મહત્વનું છે કે ચાંદી પણ રૂ.410ના ઉછાળા સાથે રૂ. 77,580 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. અ સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને $2,027 પ્રતિ ઔંસ થયું હતું અને ચાંદીમાં પણ વધારા સાથે, તે 25.61 ડોલર પ્રતિ ઔંસ પર પંહોચી હતી.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર યુએસમાં ફુગાવો સાધારણ થયો છે અને એ કારણે એવું કહેવાય છે કે યુએસ ફેડરલ રિઝર્વ મે મહિનામાં વ્યાજ દર વધાર્યા છે. આ કારણે ગુરુવારે ડૉલર અને સ્ટાન્ડર્ડ બોન્ડ યીલ્ડમાં નરમાઈ સાથે સોનામાં વધારો થયો હતો.
વધુમાં વાંચો :- શું દુબઈમાં સોનું ખરેખર સસ્તું મળે છે? જાણી લો સાચી હકીકત નહિતર પાછળથી રડવાનો વારો આવશે
અ સાથે જ બુલિયન બજારના નિષ્ણાતો કહે છે કે જો તમે રોકાણ માટે સોનું ખરીદવા માંગતા હોવ તો રાહ જોવી જરૂરી છે. હાલ સોનાની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે.