સોનાના ઘરેણામાં ખામી કે ભેળસેળ થવાના ઘણા કિસ્સા લોકોએ સાંભળ્યા જ હશે અને એટલા માટે લોકો માત્ર જાણીતા અથવા વિશ્વાસુ સોની પાસેથી જ ઘરેણાં ખરીદે છે જો કે તેમાં પણ યોગ્ય સોનું મળી રહ્યું છે તેની કોઈ ગેરંટી આપવામાં આવતી નથી.
સોનાના દાગીના ખરીદતી વખતે તમારી સાથે છેતરપિંડી
આ ખામી કે ભેળસેળ દૂર કરવા માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે સોનાના દાગીનાને હોલમાર્ક કરવાની પરંપરા શરૂ કરી છે અને આ હોલમાર્કિંગ હવે થોડું મોટું કરવામાં આવ્યું છે.
HUID નંબરથી જાણો કેટલું સોનું
નોંધનીય છે કે 1 એપ્રિલથી દરેક સોનાના દાગીના અને આર્ટ વર્ક પર હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન એટલે કે HUID નંબર પ્રિન્ટ કરવામાં આવશે એ છ અંકોનો હશે.
જણાવી દઈએ કે HUID ને દાગીનાનું આધાર કાર્ડ કહેવામાં આવે છે. એટલે કે જેમ દરેક વ્યક્તિ પાસે પોતાનો આધાર નંબર હોય છે તેવી જ રીતે દાગીનાના દરેક ટુકડાનો એક અનન્ય HUID નંબર હોય છે.
જો તમે BIS એપ અથવા વેબસાઈટ પર આ નંબર નાખશો તો તે દાગીનાની સંપૂર્ણ વિગતો મળી રહેશે. મતલબ કે તે નેકલેસ હોય કે બંગડી હોય કે વીંટી, દરેક દાગીનાનું વજન કેટલું છે અને તે કેટલા કેરેટ સોનામાંથી બનેલું છે અને તેને ક્યારે બનાવવામાં આવ્યા હતા અને કોને એ ઘરેણાં બનાવ્યા હતા એ બધી વિગત સામે આવી જાય છે.
સોનાના આભૂષણનું હોલમાર્કિંગ તેની શુદ્ધતાનું પ્રમાણપત્ર છે. થોડા વર્ષો પહેલા જ્વેલર્સ તેમના સોનાના દાગીનાને હોલમાર્ક કરાવવા અને તેને હોલમાર્કિંગ વગર વેચવા માટે મુક્ત હતા પણ 1 જૂન 2021થી તેને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. 1 એપ્રિલ 2023થી છ અંકનો HUID નંબર ફરજિયાત કરવામાં આવ્યો છે.
વધુમાં વાંચો :- આજે જ શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 5 થી 10 લાખની કમાણી
જો જ્વેલરીનો હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) હોલમાર્ક નંબર ખોટો જણાય તો ગ્રાહકો એપ પર જ ફરિયાદ નોંધાવી શકે છે. ગયા વર્ષે બે ગ્રામથી વધુ વજનના સોનાના ઘરેણાં પર હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ મહિનાથી HUID લાગુ કરવામાં આવ્યું હતું.