ફરી એકવાર રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે સમગ્ર દેશમાં 5 દિવસ વધુ ગાજવીજ સાથે વરસાદની આગાહી જારી કરી છે. વેસ્ટર્ન સ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતા કમોસમી વરસાદ થઇ શકે છે.

સૌરાષ્ટ્ર અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. જેમ કે અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, જામનગર, ભાવનગર, ડાંગ, વલસાડ અને ભરૂચ. 4 અને 5 મે ના રોજ વરસાદમાં વધારો થશે.

હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં હાલમાં હવામાનમાં ફેરફાર થઇ રહ્યો છે. અમદાવાદમાં તોફાન આવી શકે છે. કાલે અમદાવાદમાં ચોમાસા દરમિયાન મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતા 6.1 ડિગ્રી ઓછું હતું. શહેરનાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું આવી શકે છે. આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી જેટલું રહેશે.

માવઠા સાથે ફરી ગુજરાતમાં ખેડૂતોના પાકને નુકસાન થશે

ખાનગી હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં બંગાળનાં ખાડી અને અરબ સમુદ્રમાં ચક્રવાત શક્યતા છે. 10-11 મે વચ્ચે બંગાળના ખાડીમાં ચક્રવાત ત્રાટકી શકે છે. જેની સાઈઝ 18 જેટલી મોટી હોઈ શકે છે. 8 જૂનથી બંગાળના ખાડીના પવનોની દિશા બદલાઈ શકે છે. ત્યારે ફરી થી એક વાર ગુજરાતમાં ખેડૂતોનો પાક બગાડશે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા

આ અંગે હવામાન વિભાગના નિયામકએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ દમણ, દાદરા નગર હવેલી સહિતનાં દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ સંભાવના છે. આગામી દિવસોમાં ગુજરાત માં સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે.

વધુમાં વાંચો :- ખેડૂતો માટે આવનારું વર્ષ કેવું રહેશે? ટિટોડીના ઈંડા પરથી કરાયો વરસાદનો વરતારો

જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, ડાંગ અને તાપીમાં વરસાદ સંભાવના છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *