ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI સતત છ વખત રેપો રેટ વધારીને જનતા પર બોજ વધારી રહી છે પણ આ દરમિયાન ઘણી બેંકોએ તેમની ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. એવામાં ખાસ કરીને ખાનગી ક્ષેત્રની સ્મોલ ફાઇનાન્સ બેંક ઇક્વિટાસનો પણ સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે આ બેંક વરિષ્ઠ નાગરિકોને 888 દિવસની FD પર 9 ટકા સુધીનો વ્યાજ દર આપી રહી છે અને મહત્વનું છે કે આ એફડીના વ્યાજ દરોમાં હાલ જ વધારો કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD દેશના લોકોમાં રોકાણનો એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ફિક્સ્ડ ડિપોઝિટ પર 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે રોકાણ કરીને સારું એવું રિટર્ન મળે છે. એટલે કે જો તમે પણ એફડીમાં રોકાણ કરવા માંગો છો તો ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક નફાકારક સોદો સાબિત થઈ શકે છે.
પ્રાઇવેટ બેંક FD પર આટલું વ્યાજ ચૂકવી રહી છે
હાલ નોંધનીય છે કે મોટાભાગની બેંકોએ એફડી પર ઓફર કરેલા વ્યાજ દરમાં વધારો કર્યો છે આ દરમિયાન Equitas વરિષ્ઠ નાગરિકોને 9% વ્યાજ ચૂકવે છે, તો સામાન્ય નાગરિકોને 888 દિવસની FD પર 8.5% વ્યાજ દર ઓફર કર્યો છે.
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના અન્ય કાર્યકાળની એફડી પર નજર કરીએ તો 7 દિવસથી 29 દિવસની એફડી પર 3.5%, 30 દિવસથી 45 દિવસની એફડી પર 4%, 46 થી 90 દિવસની એફડી પર 4.5%. અને 91 દિવસથી 180 દિવસની FD પર 5.25 ટકાના દરે વ્યાજ આપી રહી છે.
આ સાથે જ 181 દિવસથી 364 દિવસની વચ્ચે ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.25 ટકા વ્યાજ દર 12 મહિના અને 18 મહિનામાં પાકતી FD પર 8.20 ટકાના દરે વ્યાજ ચૂકવી રહી છે.
વધુમાં વાંચો :- સોનાની કિંમતમાં થયો ધરખમ વધારો, ભાવ અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે પંહોચ્યો
આ સાથે જ 18 મહિના અને એક દિવસથી બે વર્ષની FD પર 7.75 ટકા અને બે વર્ષ અને એક દિવસ અને ત્રણ વર્ષ વચ્ચેની FD પર 8 ટકા વ્યાજ દર તો ત્રણ વર્ષ અને એક દિવસથી ચાર વર્ષ સુધીની FDનો દર 7.5 ટકા અને ચાર વર્ષ અને 10 વર્ષ સુધીની FD પર બેંક દ્વારા આપવામાં આવતા વ્યાજનો દર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે.