સરકાર સ્ટ્રોબેરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરી છે. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજનામા ઔષધિય/સુગંધિત પાકોના ખેતી માટે સહાય, ગુલાબની ખેતી માટે સહાય અને ટીશ્યુ કલ્ચર ઉપરાંત મોટા પાયે ફળ પાકો માટે સહાય આપવામાં આવે છે, ગુજરાતમાં સ્ટ્રોબેરીની ખેતી માટે સબસિડી યોજનાના ફાયદાઓ જોઈએ.

સ્ટ્રોબેરીની ખેતી

આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ ઓનલાઈન જોવા મળે છે. આ યોજના અંતર્ગત કુલ 101 યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં સ્ટ્રોબેરીના વાવેતર માટે સબસિડી યોજના છે? સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય હેઠળ શું ફાયદા છે? કેવી રીતે અરજી કરી તે જોઈએ.

સહાય શું મળશે?

ખેડૂતને ટપક સિંચાઈ અને મલ્ચિંગ સિસ્ટમ, પ્રતિ હેક્ટર 2.80 લાખના ખર્ચના 40 ટકા, મહત્તમ રૂ. 1.12 લાખ/હે. ટપક સિંચાઈ પદ્ધતિ માટે છે.ખેડૂતને હેક્ટર દીઠ 1.25 લાખ અને મલ્ચીંગ વિના ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.50 લાખ/ હેકટર મળી શકે છે.

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાની માટે પાત્રતા નક્કી છે.

આ યોજનામાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અને સામાન્ય ખેતોને લાભ મળવાપાત્ર છે.

ખેડૂત આ યોજનાનો લાભ એક જ વખત લઈ શકે.

પ્લાન્ટીંગ મટેરીયલ માટે એનએચબી દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી તેમજ ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે ડીબીટી દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થાઓ પાસેથી પ્લાન્ટિંગ મટેરીયલ ખરીદવાનું રહેશે.

અનુ. જાતિ/અનુ. જન જાતિ સિવાયના જે ખેડૂત ખાતેદાર 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તે માટે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ ફરજીયાત અપનાવવાની રહેશે.

સ્ટ્રોબેરીની ખેતી
ખેડૂતે પાકના વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે એરિયાના તલાટી ને માટેનો દાખલો રજુ કરવાનો રહેશે.

ખેડૂતને નવી ડ્રિપ સિંચાઇ પધ્ધતિ અપનાવવાની રહેશે.

સરકારશ્રીની વધારાની 15% સહાય ફ્કત વાવેતર માટે જ આપશે .

4 હેક્ટરની મર્યાદામાં ખેડૂત ને સહાય આપવામાં આવશે.

આઈ ખેડૂત પર ચાલતી સ્ટ્રોબેરીની ફાર્મિંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિએ ઓનલાઈન અરજી (https://ikhedut.gujarat.gov.in/)કરવાની રહેશે.

વધુમાં વાંચો :- Pashu Khandan Sahay Yojana: 250 કિલો મફત ખાણદાણ સહાય પશુપાલકો જલ્દી જ લાભ લેવા અરજી કરો

નીચે આપેલ ડોક્યુમેન્ટ આપવાના રહેશે.

ખેડૂતની જમીનની 7/12ની નકલ

આધાર આધારકાર્ડની નકલ

લાભાર્થી ખેડૂત SC જાતિનું પ્રમાણપત્ર

લાભાર્થી STનો હોય તો જાતિનું પ્રમાણપત્ર

રેશનકાર્ડની નકલ

દિવ્યાંગ ખેડૂતનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

ખેડૂતના સંમતિપત્ર 7-12 અને 8-અ અન્ય ખેડૂતોના સંયુક્ત ખેતદાર હોય તો.

આત્મા પ્રોજેક્ટમાં હોય તો તેની વિગતો

વિગતો જો સહકારી મંડળીના સભ્ય હોય

મોબાઈલ નંબર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *