દેશની મોદી સરકાર લોકો માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. જે અંતર્ગત તમામ વર્ગના લોકોને લાભ આપવામાં આવી આવે છે. આ સિવાય વિશેષ વર્ગના લોકો માટે કેટલીક સુવિધાઓ આપવામાં આવી રહી છે. વાત જાણે એમ છે કે દર મહિને દેશની મહિલાઓને કેટલીક રકમ આપવામાં આવે છે. સરકારની આ યોજનામાં દરેક રાજ્યમાં રકમ અલગ-અલગ હોય છે.

વિધવા પેન્શન યોજના હેઠળ સરકાર આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને મદદ કરે છે. જેથી દેશના ગરીબ પરિવારની મહિલાઓ પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે. સરકારની આ યોજના હેઠળ મહિલાઓને પેન્શનની રકમ આપવામાં આવે છે.

જાણો વિધવા પેન્શન યોજનામાં કોને થશે ફાયદો

જણાવી દઈએ કે આ યોજનાનો લાભ ફક્ત તે જ મહિલાઓને મળશે જે ગરીબી રેખા નીચે છે. આ સિવાય જો અરજી કરનાર મહિલા સરકારની અન્ય કોઈ પેન્શન યોજનાનો લાભ લઈ રહી હોય તો તે મહિલા આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. આ યોજનાનો લાભ લેનાર મહિલાની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

હરિયાણા સરકાર રાજ્યની મહિલાઓને દર મહિને 2250 રૂપિયાનો લાભ આપે છે. રાજ્યની એવી મહિલાઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે જેમની વાર્ષિક આવક 2 લાખથી ઓછી છે. આ સિવાય ઉત્તર પ્રદેશ સરકાર આ યોજના હેઠળ દર મહિને 300 રૂપિયાનો લાભ આપી રહી છે. સરકાર દ્વારા આપવામાં આવતી પેન્શન સીધી ખાતામાં મોકલવામાં આવે છે.

મહારાષ્ટ્ર વિધવા પેન્શન યોજનામાં દર મહિને 900 રૂપિયા આપવામાં આવે છે. રાજસ્થાનમાં આ યોજના હેઠળ 750 રૂપિયા આપવામાં આવે છે. દિલ્હીમાં વિધવા પેન્શન યોજના હેઠળ ત્રણ મહિનામાં 2500 રૂપિયા આપવામાં આવે છે. ગુજરાતમાં રાજ્ય સરકાર મહિલાઓને દર મહિને 1250 રૂપિયાનો લાભ આપે છે. ઉત્તરાખંડમાં પેન્શન યોજના હેઠળ દર મહિને 1200 રૂપિયાનો લાભ આપવામાં આવે છે.

વધુમાં વાંચો :- અટલ પેન્શન યોજના, પરણિત લોકોને આ યોજનામાંથી દર મહિને મળશે 10 હજાર રૂપિયા

કયા દસ્તાવેજોની જરૂર પડશે

આધાર કાર્ડ,

રહેઠાણનું પ્રમાણપત્ર,

આવકનું પ્રમાણપત્ર,

પતિનું મૃત્યુ પ્રમાણપત્ર,

વય પ્રમાણપત્ર,

મોબાઈલ નંબર,

પાસપોર્ટ સાઈઝનો ફોટો,

બેંક એકાઉન્ટ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *