કોપર એટલે કે તાંબું એ એક એવી ધાતુ છે શરીરમાં લાલ રક્તકણો એટલે કે RBC બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ તે ચેતા કોષો અને તમારી રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખે છે.
જણાવી દઈએ કે તાંબું કોલેજન, હાડકાં અને પેશીઓના નિર્માણમાં પણ મદદ કરે છે અને કોપર એ એન્ટીઑકિસડન્ટ છે જે મુક્ત કણો ઘટાડી શકે છે.
મુક્ત કણ કોષો અને ડીએનએને નુકસાન પહોંચાડે છે અને કોપર શરીરને આયર્નને શોષવામાં મદદ કરે છે. હવર આ બધા વચ્ચે સવાલ એ છે કે શું આ ફાયદાઓ માટે દરરોજ તાંબાની બોટલમાં પાણી પીવું જોઈએ કે નહીં?
નોંધનીય છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ઑફ ડાયેટરી સપ્લિમેન્ટ્સ અનુસાર તાંબાની બોટલમાં પાણી પીવું ફાયદાકારક તો છે પણ તેમાંથી પાણી પીવું દરેક સમયે માટે ફાયદાકારક નથી.
જો હવે તેની પાછળનું કારણ એ છે કે તાંબાથી શરીરમાં કોપર ટોક્સિસિટી પેદા થઈ શકે છે અને એ શરીરને નુકસાન પંહોચાડે છે એમ જ જો બીજું નુકશાન કહી તો આ બોટલને રોજ પાણીથી ભરેલી રાખવાથી કાટ લાગી શકે છે જેના કારણે સમસ્યા વધુ વધી શકે છે.
આ સાથે જ એવું બને છે કે જ્યારે તમે દરરોજ તાંબાની બોટલમાં પાણી પીવાનું શરૂ કરો છો તો કોપર લોહીમાં ભળવા લાગે છે. આ કોપર કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છે.
આ સાથે જ કોપર જ્યારે શ્વાસ લેવામાં આવે ત્યારે તમારા નાક અને ગળામાં બળતરા પેદા કરે છે અને એ કારણે તમને ચક્કર અને માથાનો દુખાવો જેવા લક્ષણો પણ જોવા મળે છે.
વધુમાં વાંચો :- શું તમે નોર્મલ, પ્રીમિયમ અને XP100 પેટ્રોલ વચ્ચેનો તફાવત જાણો છો? જો નહીં, તો આજે જ જાણી લો
હવે જો તાંબાની બોટલમાં પાણી પીઓ છો તો ત્તેના નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
1 સૌથી પહેલા તાંબાની બોટલમાં 6-8 કલાક પાણી ભરીને રાખો અને સવારે પી લો.
2 આ સિવાય તમારે આ બોટલનું પાણી દિવસમાં માત્ર 2 થી 3 વાર જ લેવું જોઈએ.
3 આખા દિવસ દરમિયાન તેનું પાણી ન પીવો, નહીં તો લાભની જગ્યાએ નુકસાન થશે