Dragon Fruit Farming
તાલાલા ગીર વિસ્તારના ચિત્રાવર ગામના ફરજાના બેન સોરઠીયાએ ચાર વિભાગમાં ડ્રેગન ફ્રુટ(Dragon Fruit Farming) વાવીને સફળ ખેડૂત બન્યા છે.સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહિલા ખેડૂતો અને પ્રગતિશીલ ખેડૂત તરીકે પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને ઉભા છે.
ફરજાના બહેન જણાવ્યું કે તેમની પાસે 11 વીઘા છે તેમણે તેમના 11 વીઘામાંથી 4 વીઘામાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું છે. તે ચાર ધોરણ સુધી ભણેલ છે અને પરિવારમાં ચાર સભ્યો ખેતીમાં કામ કરે છે. ડ્રેગન ફ્રૂટ અને ખેતીને જોડીને રોકડીયા પાકની આવક કરે છે. કોરોના દરમિયાન ચાર મોટા પ્લોટમાં ડ્રેગનફ્રૂટનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજે પણ તેઓ સારી એવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
ફરજાના બેને કહે છે કે, ભાવનગર વિસ્તારમાંથી 6 થી 80 લાખ રૂપિયામાં ડ્રેગન ફ્રૂટના રોપા લાવવામાં ખર્ચ આવ્યો હતો અને 4 વર્ષ પહેલા વાવેતર કરવામાં આવ્યું, ડ્રેગન ફ્રૂટના રોપા તૈયાર કરવા માટે ચૂકવણી કરી હતી. ત્યારબાદ તેઓ બે ગાય પણ રાખે છે અને ધનામૃત, બીજામૃત, અને જીવામૃત નું ઓર્ગેનિક ફાર્મમાં ઉપયોગ કરીને તેઓ કુદરતી ખેતી કરી રહ્યા છે.
વધુમાં વાંચો :-કપાસના ભાવમાં થયો ઉછાળો રૂ.8550 બજાર ભાવ બોલાઈ રહ્યા છે, જુઓ બજાર ભાવ
ડ્રેગન ફ્રુટ માંથી ત્રણ લાખની કરી કમાણી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યા બાદ પહેલા વર્ષે 60 હજાર રૂપિયાનું ઉત્પાદન મળ્યું હતું. ત્યારબાદ બીજા વર્ષે 1,50,000નું ઉત્પાદન મેળવ્યું હતું અને આ વર્ષે 3 લાખથી વધુ રૂપિયાનું ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન મેળવ્યું છે.
ડ્રેગન ફ્રુટનું માર્કેટ સારું રહે છે અને લોકો ઘર સુધી આવી ડ્રેગન ફ્રુટની ખરીદી કરે છે જેથી કમાણી અને નફાકારક ખેતી થાય છે. ડ્રેગન ફ્રુટનું બજાર સારું છે અને લોકો પૈસા કમાવવા અને ખેતી કરવા માટે તેમના ઘર માટે ડ્રેગન ફ્રુટની ખરીદી કરે છે. અને આ ડ્રેગન ફ્રૂટની ખેતીથી ખેડૂતોને નફો થાય છે.