જો તમે પણ સુરક્ષિત રીતે પૈસા રોકવા માંગતા હોવ તો! તો તમે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકો છો. જેથી તમે વૃદ્ધસ્થા માં બેઠા બેઠા પેન્શન મેળવી શકો છો.
આ યોજનામાં હવે પરિણીત લોકોને દર મહિને 10 હજાર રૂપિયા આપવામાં આવશે. આ માટે, તમારે સરકાર દ્વારા જારી કરાયેલ APY પેન્શન યોજનામાં નાણાંનું રોકાણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી.
વર્ષ 2015 નાં સમયમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે 18 થી 40 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક આ APY પેન્શન યોજનામાં રોકાણ કરી શકે છે. અને પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે.
કેટલું રોકાણ કરવું પડશે ?
જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરે છે, તો તે 60 વર્ષની ઉંમરે પેન્શન માટે પાત્ર બનશે. તે પછી દર મહિને 5000 રૂપિયાના માસિક પેન્શન માટે માત્ર 210 રૂપિયા દર મહિને જમા કરવા પડશે. 39 વર્ષથી ઓછી ઉંમરના પરણિત લોકો અલગથી આ યોજનાનો લાભ લઈ શકે છે, જે તેમને 60 વર્ષની ઉંમર પછી સંયુક્ત રીતે યોગદાન આપી શકે છે.
દર મહિને 10,000 રૂપિયા પેન્શન મળશે.
જો જીવનસાથીની ઉંમર 30 વર્ષ કે તેથી ઓછી છે, તો તેઓ તેમના અટલ પેન્શન યોજના ખાતામાં દર મહિને રૂ. 577નું રોકાણ કરી શકે છે.
જો પતિ-પત્નીની ઉંમર 35 વર્ષ છે, તો તેઓએ તેમના APY પેન્શન યોજના ખાતામાં દર મહિને 902 રૂપિયા જમા કરાવવા પડશે!
અટલ પેન્શન યોજનાના લાભો
તમને જણાવી દઈએ કે અટલ પેન્શન યોજનાનો લાભ ફક્ત તે જ લોકોને મળી શકે છે, જેઓ આવકવેરાના રિટર્ન ફાઈલ કરતા ન હોય. જો તમે આ પેન્શન યોજના માટે અરજી કરવા માંગતા હોવ તો, સેવિંગ્સ એકાઉન્ટ, આધાર નંબર અને મોબાઈલ નંબર હોવો ખૂબ જ જરૂરી છે!
APY પેન્શન યોજના
આ APY પેન્શન સ્કીમ (APY પેન્શન સ્કીમ) નો લાભ લેવા માટે, તમારે દરરોજ 7 રૂપિયા જમા કરાવવા પડશે. દરરોજ માત્ર 7 રૂપિયાના રોકાણ સાથે, તમે દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.
આ અટલ પેન્શન યોજનામાં એક હજાર રૂપિયાના માસિક પેન્શન માટે દર મહિને માત્ર 42 રૂપિયા જ જમા કરાવવાના હોય છે. જ્યારે 2000 રૂપિયા પેન્શન માટે 84 રૂપિયા, 3000 રૂપિયા માટે 126 રૂપિયા અને 4000 રૂપિયા માસિક પેન્શન માટે 168 રૂપિયા દર મહિને જમા કરવાના રહેશે.
PM અટલ પેન્શનમાં લાભ
જો કોઈ વ્યક્તિ આ અટલ પેન્શન યોજનામાં જોડાયા પછી મૃત્યુ પામે છે તો તેની પત્નીને નોમિની બનાવવામાં આવે છે. પત્નીને APY પેન્શન યોજનાનો લાભ મળે છે. આ યોજનામાં પત્નીને પણ નોમિની જેટલું જ પેન્શન મળે છે.
વધુમાં વાંચો :- પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે ધનવાન, માત્ર 12,000ના રોકાણ પર મળશે 1 કરોડનો પૂરો નફો
અટલ પેન્શન યોજનામાં રોકાણ કરીને ₹10,000નું માસિક પેન્શન મેળવો
વૃદ્ધ નાગરિકોને પેન્શન આપવા માટે અટલ પેન્શન સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા પેન્શન તરીકે ₹1000 થી ₹5000 સુધીની રકમ આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણ પર આપવામાં આવે છે. આ અટલ પેન્શન યોજના દ્વારા દેશના નાગરિકો 60 વર્ષની ઉંમર પછી નિશ્ચિત પેન્શન મેળવી શકશે.