કોલેજ એ ભણવા ગણવાની જગ્યા છે. તેને શિક્ષાનું મંદિર પણ કહેવામાં આવે છે. પરંતુ બદલાતા સમયની સાથે અહીંયા ભણવાની સાથે સાથે બીજી અનેક એક્ટિવિટી થઈ રહી છે. ઘણા બધા તહેવારો અને સ્પેશિયલ ડેયસ પણ ઉજવવામાં આવે છે. પણ શું તમે ક્યારેય કોઈ કોલેજમાં લગ્ન થતા જોયા છે? સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં દિલ્હી યુનિવર્સિટીની શિવાજી કોલેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં લગ્ન કરતા જોવા મળે છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે વિદ્યાર્થીઓ દુલ્હા દુલહન બન્યા છે. બાકીના બધા જાનૈયા બની ગયા. પછી ત્યાં જાનથી લઈને વરમાળા અને વિદાયની સુધીની બધી જ વિધિઓ થવા લાગી. જાનમાં સ્ટુડન્ટસ ખૂબ નાચ્યાં કુદયા તો કન્યાની વિદાયમાં રડવાનું પણ ચાલ્યું. આ દરમિયાન આખી કોલેજ આ લગ્નને એન્જોય કરતી જોવા મળી હતી. હવે તમે વિચારતા જ હશો કે આ વિદ્યાર્થીઓએ કોલેજમા લગ્ન કેમ કર્યા? અને કોઈ શિક્ષકે તેમને કેમ રોક્યા નહીં? તો ચાલો હવે આ રહસ્ય પરથી પડદો હટાવીએ.
વાત જાણે એમ હતી કે કોલેજમાં થયેલા આ લગ્ન એક ફેક મેરેજ હતા. અહીંયા સ્ટુડન્ટસએ બસ લગ્નનું નાટક કર્યું હતું. જો તમને યાદ હોય તો પાકિસ્તાનના લાહોરની યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સ નામની એક કોલેજમાં પણ આવું જ કંઈક થયું હતું. ત્યારે ત્યાંના સ્ટુડન્ટસે આ ફેક લગ્નની ઘણી લાઇમલાઈટ લીધી હતી. બસ દિલ્લીના વિદ્યાર્થીઓએ પણ આવું જ કંઈક કરવાનું વિચાર્યું. એમણે પણ પોતાની જ કોલેજમાં ફેક લગ્ન કરી નાખ્યા.
આ લગ્નમાં વિદ્યાર્થીઓએ ડાન્સ, મ્યુઝિક, મસ્તી અને ગેમ્સની સાથે સાથે ઘણી મજેદાર વસ્તુઓ પણ કરી. એકંદરે બધાએ ખૂબ જ એન્જોય કરગુ અને આ વીડિયો જોનાર લોકો પણ ખુશ થયા. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર dufrustrated નામના પેજે શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધી સાત લાખ લોકો જોઈ ચુક્યા છે. બધાને લગ્નનું આ નાટક ગમી રહ્યું છે. અમૂકે તો એવું પણ કહ્યું કે એ પણ પોતાની કોલેજમાં આવું કરશે. તો અમૂકે કહ્યું કે આવું એમના જમાનામાં કેમ ન થયું.
View this post on Instagram
આ વીડિયો જોયા પછી અમુક લોકોએ સલાહ પણ આપી કે કોઈ આ વીડિયોને આ સ્ટુડન્ટસના માતાપિતા સાથે શેર કરી દો. પછી એમની બધી મસ્તી નીકળી જશે..આ મુદ્દે તમારું હું કહેવું છે એ ચોક્કસ જણાવજો