પોલીસ લોકોની ઘણા લોકો જાત જાતની વાતો કરે છે. કોઈ એમને કામચોર કહે છે તો કોઈ એમના પર લાંચ લેવાનો કે ભ્રષ્ટ હોવાનો આરોપ લગાવે છે. પણ બધા પોલીસવાળા એક જેવા નથી હોતા. અમુક જનતાની સેવા પોતાના જીવને દાવ પર લગાવીને પણ કરે છે. હવે દિલ્હી પોલીસના આ હેડ કોન્સ્ટેબલને જ જોઈ લો. એણે બંદૂક સાથે ઉભેલા અપરાધીને પોતાના જીવને જોખમમાં નાખીને પકડી લીધો.

delhi police 700x522 1

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર દિલ્હી પોલીસે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક પોલીસવાળાએ હથિયાર વાળા ગુનેગારની ધરપકડ કરે છે. મામલો દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારનો છે. મંગળવારે હેડ કોન્સ્ટેબલ મનોજ અને દેવેન્દ્ર અહીં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. અહીં માછી ચોક, નિલોથી પાસે, તેઓને બે આરોપીઓ મોટરસાયકલ પર જતા દેખાયા

પોલીસને જોઈને આરોપી ત્યાંથી રફુચક્કર થવા લાગ્યો. પરંતુ ઉતાવળમાં તેની ગાડી પડી ગઈ. એક આરોપીને હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રએ સ્થળ પર જ પકડી લીધો હતો જ્યારે બીજો ભાગ્યો તો હેડ કોન્સ્ટેબલ મનોજે તેને પકડી લીધો હતો. આ અપરાધી પહેલા મનોજ પર બંદૂક તાકીને તેને ડરાવવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ મનોજ એનાથી ડર્યા નહીં અને બહાદુરી બતાવીને તેની બંદૂક છીનવી લીધી.

મનોજની બહાદુરી જોઈને આસપાસની પબ્લિક પણ મેદાનમાં કૂદી પડી. બધાએ અપરાધીને પકડી લીધો. કહેવામાં આવી રહ્યું છે કે આ આરોપીઓ પર હત્યા અને લૂંટના કેસ નોંધાયેલા છે. તેમની ધરપકડ કર્યા પછી, પોલીસે તેમની પાસેથી એક ડીસી પિસ્તોલ, બે જીવતા કારતૂસ અને એક મોટરસાઇકલ મળી આવી હતી.

પોલીસની બહાદુરીનો આ વીડિયો ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. હવે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બધા જ પોલીસની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કહ્યું, ‘ આવા બહાદુર પોલીસવાળા હોય, તો શહેરમાંથી અપરાધનું નામ દૂર થઈ જશે.’ બીજાએ કહ્યું, ‘આ પોલીસ પોતાનો જીવ દાવ પર લગાવે છે જેથી આપણો જીવ સુરક્ષિત રહે. એમને દિલથી સલામ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *