તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ સોમવારે કહ્યું કે જો તેમના શબ્દોથી એમના લાગણીઓને ઠેસ પહોંચી હોય તો તેઓ બાળક, તેના પરિવાર અને મિત્રોની માફી માંગે છે. જણાવી દઈએ કે આ પહેલા એક વીડિયોમાં તિબેટના ગુરુ કથિત રીતે બાળકને તેની જીભ ચૂસવા માટે કહી રહ્યા છે અને એ વિડીયોને કારણે ઘણો વિવાદ સર્જાયો હતો.

આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા

નોંધનીય છે બે મિનિટના અ વિડિયોમાં આધ્યાત્મિક ગુરુએ બાળકને એવા સારા શાંતિ અને સુખ પેદા કરે એવા સારા માણસો શોધવા અને બીજાને મારનારાઓને ન અનુસરવા માટે કહ્યું. અ વિશે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દલાઈ લામાને રાજકીય છૂટ હોવાથી સરકાર આ મામલે શું કરી શકાય તે અંગે વિચાર કરી રહી છે.

દલાઈ લામાનો વિડીયો થયો વાયરલ

હાલ એક એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં એક બાળક પરમ પવિત્ર દલાઈ લામાને પૂછે છે કે શું તેઓ તેમને ગળે લગાવી શકે છે?’ તિબેટના આધ્યાત્મિક ગુરુના કાર્યાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે જો તેમના શબ્દોથી ભાવનાઓને ઠેસ પહોંચી હોય દલાય લામા એ બાળક, તેના પરિવાર અને મિત્રોની માફી માંગવા માંગે છે.

અ સાથે જ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દલાઈ લામા ઘણીવાર નિર્દોષતાથી અને મજાકમાં આવું કરે છે અને આવું જાહેરમાં અને કેમેરાની સામે ઘણી વખત થાય છે. બાળ અધિકાર કાર્યકરોએ તેમની શૈલીની ટીકા કરતા કહ્યું હતું કે આવા કૃત્યો ફની હોઈ શકે નહીં.

વધુમાં વાંચો :- અનંત અંબાણીએ પહેરી કરોડોની ઘડિયાળ, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો.

‘HAQ સેન્ટર ફોર ચાઈલ્ડ રાઈટ્સ’ના સહ-સ્થાપક ભારતી અલીએ કહ્યું કે ‘અમે અમારા બાળકોને સલામત અને અસુરક્ષિત સ્પર્શ વિશે શીખવીએ છીએ અને આવા કૃત્યો મિશ્ર સંકેતો મોકલે છે અને મૂંઝવણમાં મૂકે છે.’ સાથે જ ઘણા નાગરિકોએ તેમના આ કૃત્ય પર નારાજગી પણ વ્યક્ત કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *