સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં બમ્પર પોસ્ટ્સ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે અને એ મુજબ ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવી છે.
CRPF Recruitment 2023 Program
જણાવી દઈએ કે આ પદો માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ crpf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
નોંધનીય છે કે અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 હતી, હવે તેને 02 મે 2023 સુધી લંબાવી દેવામાં આવી છે. અ સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે CRPFની ભરતી(CRPF Recruitment 2023) અભિયાન દ્વારા કુલ 9212 જગ્યાઓ ભરવાની હતી. તેમાંથી 9105 પદ પુરૂષ ઉમેદવારો માટે છે જ્યારે 107 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે છે.
પણ હવે તારીખ લંબાવવાની સાથે સાથે તેમાં 148 વધુ પોસ્ટ ઉમેરવામાં આવી છે. આ પદોમાં બગલર, રસોઈયા, સફાઈ કામદાર, ડ્રાઈવર, વાળંદ, ધોબી અને સુથાર વગેરેનો સમાવેશ થાય છે.
આ ભરતી(CRPF Recruitment 2023) માટે અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની જો ડીટેલમાં વાત કરવામાં આવે તો અ માટે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને એ સિવાય ઉમેદવાર પાસે હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ પણ હોવું જોઈએ. આ સાથે જ કોન્સ્ટેબલ ની ભરતી વખતે ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરેલ હોવો જોઈએ.
આ સિવાયની ડીટેલની વાત કરીએ તો CRPF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન અને અન્ય પોસ્ટ્સ માટે કોમ્પ્યુટર આધારિત કસોટી 1 જુલાઈથી 13 જુલાઈ દરમિયાન યોજાય તેવી શક્યતા છે
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતી માટે વય મર્યાદા 18 થી 27 વર્ષની વચ્ચે રાખવામાં આવી છે. અ સાથે જ પુરુષ ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે, જ્યારે મહિલા ઉમેદવારો અને SC, ST ઉમેદવારોએ ફી ચૂકવવાની રહેશે નહીં.
વધુમાં વાંચો :- “ભારતીય સેના” માં જોડાવાની તક, TGC 138 માટેની અરજીઓ 18 એપ્રિલથી શરૂ થશે.