આપણે બધા જાણીએ છીએ કે દેશમાં કોરોના સંક્રમણના દૈનિક કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે અને આ કેસ હવે 10,000 ને વટાવી ગયા છે.
મહત્વનું છે કે બુધવારે 10,158 લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ જણાવી દઈએ કે અગાઉના દિવસ 7830નો આંકડો હતો અને તેની તુલનામાં 30 ટકાનો ઉછાળો નોંધાયો છે.
કોરોના સંક્રમણના દૈનિક કેસ
એટલે જો જોવા જઈએ તો હવે દેશમાં કોરોનાનો દૈનિક કેસનો પોઝિટિવ રેટ 4.42 ટકા છે જ્યારે સાપ્તાહિક રેટ 4.02 ટકા છે. નોંધનીય છે કે છેલ્લા 20 દિવસથી કોરોના ચેપના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને નિષ્ણાતોએ તમામ લોકોને નિવારક પગલાં લેવાનું ચાલુ રાખવાની સલાહ આપી છે.
વધુમાં વાંચો :- કોરોના સબ-વેરિઅન્ટ XBB.1.16.1 ફરી ડરવા લાગ્યો… 13 રાજ્યોમાં મળ્યા નવા કેસ
જણાવી દઈએ કે સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XBB.1.16ને દેશમાં સંક્રમણના કેસ વધવાનું મુખ્ય કારણ છે. આ સંક્રમણ વિશે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિષ્ણાતોએ હાલ જ ચેતવણી આપી હતી. આ સાથે જ કોરોનાના વધી રહેલા કેસ હવે અઢળક સવાલો ઉભા કરી રહ્યા છે કે શું દેશ ચેપની બીજી નવી લહેર તરફ આગળ વધી રહ્યો છે?
એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ‘ભારતમાં કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે અને આગામી 10-15 દિવસ સુધી સંક્રમણ વધુ વધશે જો કે તે પછી કેસમાં ઘટાડો થવાની ધારણા છે.
આ સાથે જ ભલે દેશમાં કોરોનાના કેસ વધે છે પણ સારી વાત એ છે કે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા ઓછી છે. એટલકે કે લોકો જલ્દી સાજા થઈ રહ્યા છે અને આ ગંભીર રોગ નથી.
યહાલ દેશમાં કોરોના સંક્રમણ દર આ વર્ષે ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં 35.8 ટકા વધ્યો છે આ સાથે જ રાહતની વાત એ છે કે હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુદરમાં વધારો ઊંચો નથી. આ સાથે જ જે રાજ્યોમાં કેસ વધી રહ્યા છે તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા અને કેરળનો સમાવેશ થાય છે.