કોરોના ફરી એક વાર પાછો આવ્યો છે અને ઘણા મહિનાઓથી કોરોનાના નવા કેસ ફરી વધવા લાગ્યો છે. જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 7,830 નવા કેસ નોંધાયા છે. આ કોરોનાનું નવું જ એક સબ-વેરિઅન્ટ XBB.1.16.1 છે.
આ પહેલા ગયા વર્ષે 1 સપ્ટેમ્બરે કોરોનાના 7,946 કેસ નોંધાયા હતા. અ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મંગળવારે દેશભરમાં 16 લોકોના કોરોનાથી મોત થયા છે.
શું કોરોનાની નવી લહેર સબ-વેરિઅન્ટ XBB.1.16.1માંથી આવશે?
કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XBB.1.16માં મ્યુટેશન થયું છે અને નવું સબ-વેરિઅન્ટ XBB.1.16.1 સામે આવ્યું છે.
સાથે જ ભારતમાં કોરોના કેસોના જીનોમ સિક્વન્સિંગ માટે (INSACOG) અને સબ-વેરિયન્ટ XBB.1.16.1 ના 234 કેસ નોંધાયા છે. અ સાથે જ માહિતી મળી છે કે દિલ્હી, ગુજરાત અને હરિયાણા સહિત 13 રાજ્યોમાં આ નવા સબ-વેરિઅન્ટના કેસ નોંધાયા છે.
દરેક વાયરસ મ્યુટેટ થાય છે અને મ્યુટેશનના કારણે તેના નવા વેરિયન્ટ સામે આવે છે. અ સાથે જ ભારતમાં કોરોનાના વધતા કેસ માટે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XBB.1.16 જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જણાવી દઈએ કે XBB.1.16.1 સબ-વેરિયન્ટ એ XBB.1.16 નું મ્યુટેડ વર્ઝન છે. દેશના 22 રાજ્યોમાં 1 હજાર 744 નમૂનાઓમાં XBB.1.16 સબ-વેરિઅન્ટ મળી આવ્યું છે.
અત્યારે સુધી મળતી માહિતી અનુસારએવા કોઈ પુરાવા નથી કે સબ-વેરિઅન્ટ XBB.1.16.1 વધુ ગંભીર રોગોનું કારણ બની શકે છે કે નહીં. નોંધનીય છે કે ગયા વર્ષે ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ XBB બહાર આવ્યું હતું. જેમાં મ્યુટેશનના કારણે સબ-વેરિઅન્ટ XBB.1.16 અને સબ-વેરિઅન્ટ XBB.1.16.1 બહાર આવ્યા છે અને ભારતમાં જ ઓમિક્રોનના 400 થી વધુ સબ-વેરિઅન્ટ્સ સામે આવ્યા છે.
વધુમાં વાંચો :- NPCIL એક્ઝિક્યુટિવ ટ્રેઇની ભરતી આજથી શરૂ, જાણો કેવી રીતે અરજી કરવી
ભારતમાં અત્યારે કોરોનાના જે પણ કેસ સામે આવી રહ્યા છે તેમાંથી 38.2 ટકા કેસ XBB.1.16 સબ-વેરિઅન્ટના છે. તેના લક્ષણોમાં તાવ, શરદી-ખાંસી, વહેતું નાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો અને ઝાડા પણ સામેલ છે. જોકે રાહતની વાત એ છે કે તે બહુ ગંભીર નથી.