5 મોટા ફેરફારો: મીત્રો દર મહિનાના પહેલી તારીખે ઘણા નિયમો/ ફેરફારો બદલાતા હોય છે. એવામાં આવતા મહિને પણ અમુક એવા નીયમો છે જે બદલાવા જઈ રહ્યા છે.

5 મોટા ફેરફારો સામાન્ય માણસ માટે

આ 5 મોટા ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. મહિનો શરૂ થતાં પહેલાં તમારે આ નિયમો જાણી લેવા જરૂરી છે. જેથી કરીને આવનાર સમયમાં તમારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

CNG-PNG ભાવ માં ફેરફાર થશે

સીએનજી અને પીએનજીના ભાવ દર મહિનાની પ્રથમ તારીખે અથવા પ્રથમ સપ્તાહે બદલાય છે. પેટ્રોલિયમ કંપનીઓ દિલ્હી અને મુંબઈમાં મહિનાના પ્રથમ સપ્તાહમાં ગેસના ભાવમાં ફેરફાર કરે છે.

જૂનની શરૂઆતમાં CNG અને PNGની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં દિલ્હી NCRમાં CNG અને PNGની કિંમતો (CNG PNG Price in Delhi)માં ઘટાડો થયો હતો. જૂનમાં CNG-PNGના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે.

5 મોટા ફેરફારો

ગેસ સિલિન્ડરની કિંમત

ગેસ સિલિન્ડરનો દર પણ દર મહિનાની શરૂઆતમાં બદલાય છે. એપ્રિલમાં એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 92 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો.

મે મહિનામાં પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડો 1 મેના રોજ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો હતો.

આ કપાત બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત ઘટીને 1,856.50 રૂપિયા થઈ ગઈ છે. તેમાં 171.50 રૂપિયાનો ઘટાડો થયો છે.

ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મોંઘા થઈ રહ્યા છે

ભારતમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર 1 જૂન, 2023થી મોંઘા થવા જઈ રહ્યા છે. 21 મેના રોજ જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશન મુજબ, ભારે ઉદ્યોગ મંત્રાલયે FAME-II સબસિડીની રકમને સુધારીને રૂ. 10,000 પ્રતિ kWh કરી છે,

જે અગાઉ રૂ. 15,000 પ્રતિ kWh હતી. આ કારણે મોટા ભાગના ઈલેક્ટ્રિક વાહનો 25,000 થી 35,000 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે.

બેંકિંગ નિયમોમાં ફેરફાર

આરબીઆઈ 1 જૂનથી “100 દિન 100 પે” અભિયાન ચલાવવા જઈ રહી છે, જે અંતર્ગત દાવો ન કરાયેલ થાપણો શોધી કાઢવામાં આવશે, આ અંગે તમામ બેંકોને સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. ઝુંબેશ હેઠળ, જિલ્લાની દરેક બેંકે માત્ર 100 દિવસમાં 100 દાવા વગરની થાપણોની પતાવટ કરવાની રહેશે.

વધુમાં વાંચો :- Post Office Saving Schemes: જો તમારે કરોડપતિ બનવું હોય તો આ સ્કીમમાં કરો રોકાણ, મળશે શાનદાર વળતર

ગોલ્ડ હોલમાર્કિંગ નિયમો

સોનાના હોલમાર્કિંગ સંબંધિત નવા નિયમો 1 જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે. દેશભરના 256 જિલ્લાઓ અને 32 નવા જિલ્લાઓમાં 31 મેથી સોનાના આભૂષણો અને કલાકૃતિઓનું હોલમાર્કિંગ ફરજિયાત બનશે. આ આદેશ ગયા વર્ષે જ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા ફરી એકવાર ચેતવણી આપવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *