કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે, જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે તાજેતરમાં DAમાં વધારો કર્યો છે એટલે કે 30 એપ્રિલે કર્મચારીઓના ખાતામાં મોટી રકમ આવવાની છે. એવામાં જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો એપ્રિલ મહિનામાં તમારા ખાતામાં 1 લાખ 20 હજાર રૂપિયા આવવાના છે.
નોંધનીય છે કે સરકાર આ મહિને મોંઘવારી ભથ્થાની સાથે વધેલા પગારની ચૂકવણી કરશે અને સાથે જ જણાવી દઈએ કે 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે. નોંધનીય છે કે આ સાથે 3 મહિનાના બાકીના પૈસા પણ મળશે.
જણાવી દઈએ કે શ્રમ મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ડિસેમ્બર 2022 માં AI CPI-IW નો આંકડો લગભગ 132.3 પર પહોંચી ગયો હતો અને એ બાદ સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે.
મહત્વનું છે કે 24 માર્ચે સરકારે મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધારીને 42 ટકા કર્યું હતું. આ વધેલા પગારની સાથે કર્મચારીઓને 3 મહિનાના બાકીના પૈસા પણ મળશે.
આ સિવાય કેબિનેટ સેક્રેટરી ઓફિસર્સની વાત કરીએ તો તેમની સેલરીમાં દર મહિને 10,000 રૂપિયાનો વધારો થશે.એટલે કે કેબિનેટ સેક્રેટરીનો બેઝિક પગાર 2.50 લાખ રૂપિયા પ્રતિ માસ છે તો તેમના પગારમાં લગભગ 1.20 લાખનો વાર્ષિક વધારો થશે.
વધુમાં વાંચો :- શું તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે? તો તેને મળશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
કેન્દ્રીય કર્મચારીઓનાનું મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધે છે
આ સાથે જ કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં મોંઘવારી વધતા કેન્દ્રીય કર્મચારીઓના જીવનધોરણમાં સુધારો કરે છે અને કર્મચારીઓના પગારમાં પણ તે મુજબ વધારો કરવામાં આવે છે. નોંધનીય છે કે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે.