છેલ્લા કેટલાક સમયથી દરેક લોકોમાં સાઉથની ફિલ્મોનો જાદુ જોવા મળી રહ્યો છે અને એ કારણે બોલિવૂડ ફિલ્મોની કમાણી પર નોંધપાત્ર અસર જોવા મળી છે. એવામાં હાલ બોલિવૂડ સ્ટાર્સ પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વળ્યા છે.
હવે જો સાઉથની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેમાં અમિતાભ બચ્ચનથી લઈને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. ચાલો આજે અમે તમને જણાવી કે બોલિવૂડના એવા સ્ટાર્સ વિશે જે આગામી સાઉથની ફિલ્મોમાં જોવા મળશે.
જાણો કોણ છે આ 5 બોલિવૂડ સ્ટાર્સ
અમિતાભ બચ્ચન
જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન ખૂબ જ એક્ટિવ છે એવામાં ટીવી શો હોય કે ફિલ્મ બચ્ચન સાહેબ દરેક જગ્યાએ પોતાનો અભિનય બતાવી રહ્યા છે.આ બધા વચ્ચે તેઓ સાઉથની ફિલ્મ પ્રોજેક્ટમાં મજબૂત ભૂમિકા ભજવતા જોવા મળશે.
દીપિકા પાદુકોણ
હાલ એક સમાચાર સામે અવ્યય હતા કે દીપિકા પાદુકોણે દરેક જગ્યાએ પોતાનો ચાર્મ ફેલાવ્યા પછી સાઉથમાં જાદુ ફેલાવશે. જણાવી દઈએ દીપિકાને ગ્લોબલ સ્ટાર કહેવું કોઈ ખોટું નથી. ટૂંક સમયમાં પ્રભાસ સાથે પ્રોજેક્ટમાં જોવા મળશે.
કિયારા અડવાણી
જણાવી દઈએ કે કિયારા અડવાણી બોલીવુડની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો દ્વારા ચાહકોના દિલ પર રાજ કરે છે અને હવે અભિનેત્રી ટૂંક સમયમાં સાઉથ સુપરસ્ટાર રામચરણ સાથે જોડી બનાવવા જઈ રહી છે.
વધુમાં વાંચો :- સલમાન ખાને પોતાના તૂટેલા દિલ વિશે કરી વાત! ભાઈજાને કહ્યું- ‘જાન કહીને જીવન બરબાદ કરી દે…’
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર દરેક જગ્યાએ પોતાની ઓળખ બનાવી રહી છે, એવામાં હવે તે પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળી છે. જાહ્નવી કપૂર જુનિયર એનટીઆર સાથે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અને આ ફિલ્મનું નામ ‘NTR 30’ કહેવામાં આવી રહ્યું છે.
દિશા પટણી
બોલિવૂડ સ્ટાર્સમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે, દિશા પટની પણ પ્રભાસ સાથે સાઉથની ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’માં જોવા મળશે.