BMC Recruitment 2023: દરેક લોકો કામ શોધી રહ્યા હોય એવામાં જો નોકરીની શોધમાં છો અથવા તમારા આસપાસ કોઈને નોકરીની જરૂર છે તો આ સમાચાર તમારા કામના છે જો કે જે લોકો સરકારી નોકરી ની તૈયારી કકરી રહ્યા છે એમની માટે સૌથી સારા સમાચાર છે. ખાસ કરીને તમે ગુજરાતમાં રહો છો તો ખુશ થઈ જજો કારણ કે ભાવનગર મહાનગરપાલિકા ભરતીની(BMC Recruitment 2023) જાહેરાત બહાર પાડવામાં આવી છે.

BMC Recruitment 2023

જણાવી દઈએ કે ભાવનગર મહાનગરપાલિકા ભરતીમાં અલગ અલગ 19 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ સાથે જ સુરત મહાનરપાલિકા દ્વારા આ માટે વિવિધ જગ્યા ઓ પર ભરતી પણ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ ભરતીની નોટિફિકેશન 20 એપ્રિલ 2023 ના રોજ જાહેર થઈ હતી અને છેલ્લી તારીખ 5 મે 2023 છે. એપ્લાય કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://bmcgujarat.com/ની મુલાકાત લો અથવા તો ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકો છો.

ભરતી બોર્ડ  ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન ()
પોસ્ટ નામ 
ટોટલ જગ્યા  19
અરજીની પ્રક્રિયા  ઓનલાઈન
અરજી કરવા માટેનું પોર્ટલ ojas.gujarat.gov.in 

રસ ધરાવતા ઉમેદવારોને જો પોસ્ટ અને પગાર વિશે જણાવીએ તો આસિસ્ટન્ટ સેક્રેટરી પોસ્ટ માટે રૂપિયા 44,900 થી 1,42,400 સુધીનો પગાર, હેડ ક્લાર્ક માટે રૂપિયા 38,090 થી 1,26,600 સુધી, સિનિયર ક્લાર્ક માટે રૂપિયા 25,500 થી 81,100 સુધી, જુનિયર ક્લાર્ક માટે રૂપિયા 19,900 થી 63,200 સુધી,

ડેપ્યુટી ચીફ ઓડિટર માટે રૂપિયા 53,100 થી 1,67,800 સુધી, સિનિયર ઓડિટર માટે રૂપિયા 39,900 થી 1,26,600 સુધી, આસિસ્ટન્ટ ઓડિટર માટે રૂપિયા 35,400 થી 1,12,400 સુધી, સબ ઓડિટર માટે રૂપિયા 25,500 થી 81,100 સુધી, ગાયનેકોલોજિસ્ટ માટે રૂપિયા 25,500 થી 81,100 સુધી,

વધુમાં વાંચો :- શું તમે હજુ e- KYC નથી કરાવ્યું તો હમણાં જ કરાવો આગળનો હપ્તો લેવા માટે જરૂરી છે.

પીડિયાટ્રિશિયન માટે રૂપિયા 67,700 થી 2,08,700 સુધી અને સ્ટેશન ફાયર ઓફિસર માટે રૂપિયા 35,400 થી 1,12,400 સુધીનો પગાર ઓફર કરે છે.

જણાવી દઈએ કે ઉમેદવારોની લેખિત અથવા મૌખિક કસોટી લેવામાં આવશે અને પસંદગી પામેલા લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *