Biparjoy Insurance Claim: બિપરજોય વાવાઝોડા એ ગૂજરાત સહીત અનેક રાજ્યોમાં તબાહી મચાવી છે. એવામાં LIC એ ચક્રવાત બિપરજોયના પીડિતો માટે વીમા(Biparjoy Insurance Claim) દાવા કરવા માટેના નિયમોને સરળ બનાવી દીધા છે. ગુજરાતના દરિયાકાંઠે અથડાતા આ ચક્રવાતે રાજ્યમાં ભારે તારાજી સર્જી છે. સાથે જ તેની અસર મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી જોવા મળી છે.
વીમા નિયમનકાર IRDA (IRDA) ની માર્ગદર્શિકા અનુસાર, LIC એ શનિવારે મોડી સાંજે વીમાધારકો માટે રાહતની જાહેરાત કરી હતી. આ સાથે LICએ ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ના સબ્સ્ક્રાઇબર્સ માટે દાવાની સરળતાના નિયમોની પણ જાહેરાત કરી હતી.
Biparjoy Insurance Claim
એલઆઈસીએ એક નિવેદનમાં કહ્યું છે કે ચક્રવાતમાં જાનહાનિ ઓછી થઈ છે, પરંતુ કંપની પીડિતોના પરિવારો સુધી પહોંચી રહી છે, જેથી આ મુશ્કેલ સમયમાં તેમને મદદ પૂરી પાડી શકાય.
નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે
એલઆઈસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકો સુધી વીમાના દાવા સરળતાથી સુલભ બનાવવા માટે વિભાગીય સ્તરે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ રાજ્ય સરકારોના મુખ્ય સચિવો, સચિવો, સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક કરશે.
પોર્ટલ પર અલગથી બનાવેલ લિંક
એલઆઈસીએ બિપરજોય ચક્રવાતના પીડિતોને મદદ કરવા માટે તેના પોર્ટલ પર એક અલગ લિંક પણ શરૂ કરી છે. લોકો અહીં જઈને તેમના ક્લેમ સેટલમેન્ટ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
ચક્રવાત બિપરજોય ગુરુવારે ગુજરાતના કચ્છ વિસ્તારમાં ત્રાટક્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં 120 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. ચક્રવાતી પવનોને કારણે આ વિસ્તારની માળખાકીય સુવિધાઓને ઘણું નુકસાન થયું છે.
વધુમાં વાંચો :- ફ્રી માં કરીલો તમારા આધાર કાર્ડને અપડેટ, સુધારો કરવા માટેની છેલ્લી તારીખ જાનીલો.
અગાઉ, તાજેતરમાં, જ્યારે બાલાસોર, ઓડિશામાં ટ્રેન અકસ્માત થયો હતો, ત્યારે LIC એ IRDA ની માર્ગદર્શિકા પર વીમા દાવાના નિયમો અને શરતોને સરળ બનાવવાનું કામ કર્યું હતું.