ભૂતપૂર્વ અમેરિકન અંતરિક્ષ યાત્રી બઝ એલડ્રીન ફરી એકવાર 93ની ઉંમરમાં પરણ્યા છે. જણાવી દઈએ કે બઝ એલડ્રીનની આ કઈ પહેલા કે બીજા લગ્ન નહિ પણ ચોથા લગ્ન છે. એ ચંદ્ર પર પગ મુકનાર દુનિયાના બીજા વ્યક્તિ છે. એ વર્ષ 1969 ચંદ્ર પર લેન્ડ થનાર એપોલો 11 મિશનના એ ગ્રુપમાં સામેલ હતા જેમાં ત્રણ લોકો હતા. આ દરમિયાન ફક્ત એલડ્રીન જ જીવતા પાછા આવ્યા હતા. 20 જાન્યુઆરીએ જ એ પોતાનો 93મો જન્મદિવસ સેલિબ્રિટ કરયી અને લગ્ન વિશે પણ ખુલાસો કર્યો.
એલડ્રીંનએ એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે મારા 93માં જન્મદિવસ પર અને જે દિવસે મને લિવિંગ લિજેન્ડ્સ ઓફ એવિએશન દ્વારા પર સમ્માનિત કરવામાં આવશે, મને એ ઘોષના કરતા ખુશી થાય છે કે મારા લાંબા સમયના પ્રેમ ડૉ. એન્કા ફોર અને હું લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે.
રિપોર્ટનું માનીએ તો એલડ્રીંનની ચોથી પત્ની ડોકટર એન્કા ફોકની ઉંમર 63 વર્ષ છે. એમને કહ્યું કે અમારા લગ્ન લોસ એન્જલીસમાં એક નાનકડા પ્રાઇવેટ ફંક્શનમાં થયા અને અમે ટીનેજર્સની જેમ ઉત્સાહિત છે. જેમ એલડ્રીંનના લગ્નની ખબર સામે આવી તો સોશિયલ મીડિયા પર લોકો એમને શુભેચ્છાઓ આપવા લાગ્યા
એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું છે કે શુભેચ્છાઓ તમે એ વાતનું જીવતું જાગતું સબુત છો કે પોતાનો સાચો પ્રેમ મેળવવામાં ક્યારેય મોડું નથી થતું અને ઉંમર ફક્ત એક સંખ્યા છે. લીલા અને મારા લગ્ન એક વર્ષ પહેલાં થયા છે. જીવન સારું ચાલી રહ્યું છે. તો અન્ય એકે કહ્યું કે ચંદ્ર પર બનેલો ખાડો ત્યારે યાદ આવ્યો જ્યારે મેં તમારા લગ્નનું ટ્વીટ જોયું.
તમને જણાવી દઈએ કે એલડ્રીંન એપોલો 11 મિશનના ત્રણ સભ્યો વાળા ક્રુમાં એક માત્ર જીવિત સભ્ય છે. જે આ મિશનમાં એમની સાથે પહોચ્યા હતા એ બન્ને સભ્યોનું નિધન થઈ ચૂક્યું છે. એ પચુ એસ્ટ્રોનોટ એલડ્રીંનએ વર્ષ 1971માં રિટાયરમેન્ટ લીધું અને 1998માં શેયર સ્પેસ ફાઉન્ડેશનની સ્થાપના કરી