મથુરાના જાણીતા કથાકાર અનિરુદ્ધચાર્યને મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા લોકોએ એમને મારી નાખવાની ધમકી આપી છે. કથાકારને એક ધમકી ભર્યો પત્ર મળ્યો છે. તમને જણાવી દઈએ કે એમને આ પહેલા પણ આવી ધમકીઓ મળી ચુકી છે.

આ બાબતે વૃંદાવન પોલિસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ પણ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે કથાકાર અનિરુદ્ધચાર્યને મળેલી ધમકીની બાબતમાં કેસ નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એની પાછળ કોનો હાથ છે એની પણ તપાસ ચાલી રહી છે. દોષીઓને કડક સજા કરવામાં આવશે

ખબરો અનુસાર કથાકાર અનિરુદ્ધચાર્યએ એક અજાણ્યાવ્યક્તિ પર ધમકી ભર્યો પત્ર આપવાનો આરોપ લગાવતી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે. પત્રમાં ધમકી આપવામાં આવી છે કે અમે તમારા આશ્રમને ઉડાવી દેવા માટે વૃંદાવન આવ્યા છે. એ સિવાય એમના પરિવારના લોકોને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પત્રમાં એ પણ કહેવામાં અવાયું છે કે જો એક અઠવાડિયામાં એક કરોડ રૂપિયાની ચુકવણી ન કરી તો આશ્રમને ઉડાવી દેવામાં આવશે

મીડિયા રિપોર્ટસ અનુસાર કથાકાર અનિરુદ્ધચાર્ય હાલ મધ્યપ્રદેશના ઇન્ડોરમાં કથા સંભળાવી રહ્યા છે. જો કે મથુરા પોલીસે કથિત ધમકી ભરેલા પત્રને આધારે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પ્રાથમિક કેસ નોંધી લીધો છે કહેવામાં આવી રહ્યું છે કે અનિરુદ્ધચાર્યએ પહેલાં પણ આવી ધમકીઓ મળી ચુકી છે

ધમકી ભરેલા પત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે હથિયારબંધ લોકો એમના પર નજર રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કથાકાર અનિરુદ્ધચાર્ય ખૂબ જ પ્રખ્યાત છે. એ બાગેશ્વર ધામના પીઠધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના અંગત માનવામાં આવે છે. કથાકાર અનિરુદ્ધચાર્યની કથા સાંભળવા મોટી સંખ્યામાં લોકો આવે છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *