આજકાલ દરેક લોકો રોકાણ કરવા સોનામાં પૈસા નિવેશ કરે છે. એવામાં 22 એપ્રિલે અક્ષય તૃતીયાના શુભ અવસરના એક દિવસ પહેલા પીળું સોનું રૂ. 60,000 પ્રતિ 10 ગ્રામનાની કિંમતે ચમકી રહ્યું છે.

જણાવી દઈએ કે અક્ષય તૃતીયાને સોનું ખરીદવા માટે વર્ષનો સારો દિવસ માનવામાં આવે છે અને આ વર્ષે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો શુભ સમય 22 એપ્રિલના રોજ સવારે 7.49 વાગ્યાથી શરૂ થઈને 23 એપ્રિલના રોજ સવારે 7.47 વાગ્યા સુધી રહેશે.

અક્ષય તૃતીયા પર સોનું ખરીદનારાઓ માટે મોટું અપડેટ

અક્ષય તૃતીયા પર સોનું

એવામાં તમને જણાવી દઈએ કે શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આ સોનું અને ચાંદી બંને લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. નોંધનીય છે કે ગઇકાલે સોનાનો વાયદો 62 પોઈન્ટ ઘટીને રૂ. 60,441 પ્રતિ 10 ગ્રામ હતો અને કઈંક એવી જ રીતે ચાંદીના વાયદાના ભાવ 200 પોઈન્ટ ઘટીને રૂ. 75,290 પ્રતિ કિલોએ ટ્રેડ થઈ રહ્યા હતા.

gold price

આ બધા વચ્ચે મહત્વની વાત એ છે કે ગયા અઠવાડિયે દિલ્હીમાં સોનું રૂ. 61,780 પ્રતિ 10 ગ્રામની સૌથી ઊંચી સપાટીએ પર પંહોચ્યું હતું અને એ સાથે જ ગયા મહિને અમેરિકામાં બેન્કિંગ કટોકટી બાદ સોનું રૂ.60,000ને પાર કરી ગયું હતું.

અમેરિકામાં બેન્કિંગ કટોકટી બાદ હાલ ડૉલર સ્થિર થતાં શુક્રવારે સોનાના ભાવ નીચા આવ્યા હતા. આ સાથે જ યુએસ આર્થિક ડેટાએ આશાને મજબૂતી આપી હતી કે ફેડરલ રિઝર્વ આવતા મહિને અન્ય દરમાં વધારો થયો હતો અને સોનાની કિંમત કંટ્રોલમાં આવી હતી.

વધુમાં વાંચો :- સિનિયર સિટીઝન સ્કીમ, દર મહિને 1000નું રોકાણ કરી મેળવો 14 લાખ રૂપિયાનો ફાયદો, જાણો કેવી રીતે

અમેરિકામાં ગોલ્ડ ગુરુવારે 1 ટકાના વધારા બાદ 0.1 ટકા ઘટીને $2,001.75 પ્રતિ ઔંસ હતું અને એ સાથે જ યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.3 ટકા ઘટીને $2,013.70 પર બંધ થયું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *