મીડિયા રિપોર્ટ્સ અનુસાર સતત ફ્લોપ ફિલ્મો આપવાને કારણે અક્ષય કુમાર ‘રાઉડી રાઠોડ’ની સિક્વલમાં જોવા નહીં મળે.

મળતી જાણકારી અનુસાર અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ સાથે જ અક્ષય કુમારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અક્ષય કુમાર 16 ફ્લોપ ફિલ્મ આપી છે અને એકવાર તેની 8 ફિલ્મો સળંગ ફ્લોપ ગઈ.

રાઉડી રાઠોડ 2

જણાવી દઈએ કે રિલીઝ થયેલી અક્ષય કુમારની રક્ષાબંધન, સમ્રાટ પૃથ્વીરાજ અને સેલ્ફી પણ ફ્લોપ થઈ છે. અ બધા દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે અક્ષય કુમાર હવે ‘રાઉડી રાઠોડ’ની સિક્વલમાં જોવા નહીં મળે. હવે આ સમાચાર સાંભળ્યા બાદ ખેલાડીના ચાહકો ખૂબ જ દુઃખી છે.

રાઉડી રાઠોડ 2માં જોવા નહીં મળે અક્ષય કુમાર

જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા શબીના ખાન રાઉડી રાઠોડની સિક્વલ બનાવવા જઈ રહી છે. અ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ ફિલ્મ માટે સિદ્ધાર્થ મલ્હોત્રાનો સંપર્ક કર્યો છે અને જો સિદ્ધાર્થ આ ફિલ્મ માટે હા કહે તો ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ થઈ જશે. નોંધનીય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઘણી ફિલ્મોમાં પોલીસમેન અને દેશના સૈનિકની ભૂમિકા ભજવી છે.

અક્ષય કુમાર

વધુમાં વાંચો :- સોનમ બાજવા અને મૌની રોય સાથે શર્ટલેસ ડાન્સ કરવા બદલ અક્ષય કુમાર ટ્રોલ થયો હતો

મહત્વનું છે કે ‘રાઉડી રાઠોડ’ વર્ષ 2012માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં અક્ષયે ડબલ રોલ કર્યો હતો. ફિલ્મે ઘણી કમાણી કરી હતી. અ સાથે જ ‘સૂર્યવંશી’ પછી અક્ષય કુમારની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી છે એવામાં હવે જોવાનું એ રહેશે કે સિદ્ધાર્થ મલ્હોત્રાના સત્તાવાર નિવેદન બાદ આ ફિલ્મમાં અક્ષય કુમાર દેખાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *