Aadhaar Card Update: આધાર કાર્ડ ઍક એવું ડોક્યુમેન્ટ બની ગયું છે જેની ઉપયોગિતા હવે દરેક કામમાં પાડવા લાગી છે. જો આધાર કાર્ડ ન હોય તો ઘણા કામો અટકી પણ શકે છે. તેથી જ આજના સમયમાં લગભગ દરેક પાસે આધાર કાર્ડ તો હોય જ છે.
ઘણી વાર એવું બનતું હોય છે કે ઉતાવળમાં આધાર કાર્ડ બનાવતી વખતે કોઈ ખોટી માહિતી નાં કારણે આધાર કાર્ડમાં ભૂલ રહી જતી હોય છે. જો તમારા આધાર કાર્ડમાં પણ આ વસ્તુઓ ખોટી રીતે પ્રિન્ટ થઈ ગઈ હોય, તો તમે તેને ઘરે બેઠા જાતે અપડેટ(Aadhaar Card Update) કરી શકો છો.
Aadhaar Card Update સરળ રીતે :
પગલું 1
તમારા આધાર કાર્ડમાં પણ જો તમારું કોઈ નામ, જન્મતારીખ કે સરનામું ખોટી રીતે છપાયેલું હોય તો તમે તેને અપડેટ કરાવી શકો છો.
આ માટે તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે
અહીં તમારે ‘My Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
પગલું 2
પછી તમારે ‘અપડેટ યોર આધાર’ વિકલ્પ પર જવું પડશે અને ‘અપડેટ યોર ડેમોગ્રાફિક્સ ડેટા ઓનલાઈન’ પર ક્લિક કરવું પડશે.
અહીં ક્લિક કરીને તમે સત્તાવાર વેબસાઇટ ssup.uidai.gov.in પર પહોંચી જશો
પગલું 3
આ પછી તમારે તમારો 12 અંકનો આધાર નંબર નાખવો પડશે
પછી સ્ક્રીન પર દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરો
હવે તમારે ‘સેન્ડ OTP’ પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે
આ OTP અહીં દાખલ કરો
પગલું 4
પછી તમારી સામે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે તમારું નામ, જન્મ તારીખ, લિંગ અને સરનામું સહિત અન્ય માહિતી ભરવાની રહેશે.
હવે તમે જે વિકલ્પ અપડેટ કરવા માંગો છો તે પસંદ કરો, જેમ કે નામ અથવા જન્મ તારીખ વગેરે.
વધુમાં વાંચો :- આવતા મહિનામાં આ 6 કામ પતાવી લેજો, નહિતર વધશે ખીસ્સા પરનો બોજ
પગલું 5
આ પછી, તમે જેવી બધી માહિતી ભરશો, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
આ OTP દાખલ કરો અને ફેરફારો સાચવો પર ક્લિક કરો
આમ કરવાથી તમારી બદલાયેલી માહિતી અપડેટ થઈ જશે
ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે તમે જે કંઈપણ બદલો છો, તમારી પાસે તેનો પુરાવો છે.