સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં કમોસમી વરસાદની આગાહી છે. આ સાથે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પણ વરસાદની શકયતા છે. તદઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વરસાદની સંભાવના છે.

સુરેન્દ્રનગર, ભાવનગર, ડાંગ, વલસાડ અને ભરૂચ માં પણ વરસાદ સાથે પવનની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 અને 5 મે ના રોજ ભારે વરસાદની સંભાવના છે. અસામાન્ય વરસાદ સાથે 30 થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ તેવી શક્યતા છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક શહેરોમાં વરસાદની આગાહી

આ અંગે હવામાન વિભાગના મુખ્ય અધિકારી એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ દમણ, દાદરા નગર હવેલી, સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી છે.. આવનારા દિવસ આ પછી ગુજરાતનાં સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી અને ભાવનગર વિસ્તારમાં વરસાદ પડશે.

જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ સંભાવના છે.

દ્વારકાના ભાણવડમાં પાકને નુકશાન કમોસમી વરસાદ થયો છે, શિવા, કાટકોલા અને સતાપર ગામમાં વરસાદ પડતાં કાળઝાળ ગરમીમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. કમોસમી વરસાદે ખેડૂતોના પાક નુકસાન થયું છે. તલ, બાજરી અને મગ જેવા પાકોને ભારે અસર થઈ શકે છે. કલ્યાણપુરના ગ્રામીણ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજપરા ગામમાં વરસાદી પાણીના વહી ગયા છે.

જિલ્લાભરમાં છેલ્લા 7 દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે, અમરેલીના ખાંભા અને ગીર પેટા વિભાગમાં પણ ભારે વરસાદ થયો છે. છેલ્લા ચાર દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

વધુમાં વાંચો :- Train Status: ટ્રેનની લાઈવ સ્થિતિ અને શેડ્યૂલ જાણો, જુઓ સંપૂર્ણ માહિતી

હનુમાનપુરા, તાલડા, દલડી, રાયડી, પાટી, મોટી સરાકડીયા માં છેલ્લા 7 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેતીને નુકસાન થઈ રહ્યું છે. વધતા વરસાદથી પાકને નુકસાન થવાથી ખેડૂતોની ચિંતા વધી છે, હાલમાં આ પાકનું નુકસાન થવાથી ખેડૂતમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોની સહાય માટે અમુક સરકારી સહાય માટેની શક્યતા જણાઈ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *