મિત્રો ઈનકમ ટેક્સ વિભાગે દેશમાં ટેકસ પેયરો માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરી છે. તમામ ટેકસ પેયરો એ આ સમય સુધીમાં ફરજિયાતપણે તેમનું ITR ફાઇલ કરવું પડશે, જો તમે આ કામ નહિ કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે.
30 જૂન સુધીમાં પતાવી લો આ કામ
જો તમે પણ તે લોકોમાંથી એક છો જે સમયસર ટેક્સ ભરે છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આ મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂન સુધીમાં, તમારે કેટલાક મહત્વપૂર્ણ કામ પતાવવું પડશે, જેથી તમને ITR ફાઇલ કરવામાં કોઈ સમસ્યા ન આવે.
ITR ફાઈલ કરવામાં મુશ્કેલી આવશે
જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ વિચારી રહ્યા છે કે આવકવેરા વિભાગ અથવા સરકાર જે આ વખતે પણ હંમેશની જેમ PAN સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા લંબાવશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. તમને જણાવી દઈએ કે આ વખતે ITR ફાઇલ કરતા પહેલા તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી રહેશે.
આ વર્ષે તમે પાન કાર્ડ સાથે આધાર લિંક કર્યા વિના ITR ફાઇલ કરી શકશો નહીં. આધારને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે, જે તમે તમારા ઘરની આરામથી કરી શકો છો.
પાન કાર્ડ નિષ્ક્રિય રહેશે
જો કોઈ વ્યક્તિ હજુ પણ સંમત ન થાય અને 30 જૂન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે, તો તમારું PAN કાર્ડ 1 જુલાઈથી નિષ્ક્રિય થઈ જશે. આનો અર્થ એ છે કે તમારા પાન કાર્ડ નંબરનો કોઈ ઉપયોગ થશે નહીં.
વધુમાં વાંચો :- સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા રાખનારાઓને થશે ફાયદો, આ બેંકો આપી રહી છે વધુ વ્યાજ
1000 રૂપિયાની લેટ ફી લેવામાં આવશે
તમે આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ (incometax.gov.in) પર જઈને રૂ. 1,000ની લેટ ફી ભરીને તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો.
સૌથી પહેલા તમારે એ જાણવું જોઈએ કે તમારું PAN આધાર સાથે લિંક છે કે નહીં, આ માટે તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જ ચેક કરી શકો છો. જો તમારું PAN અને આધાર લિંક નથી તો તમે આ વેબસાઇટ પરથી સરળતાથી લિંક કરી શકો છો.