જાણો કેવું રહેશે 2023 નું ચોમાસુ? હવામાન વિભાગ ની આગાહી મુજબ સદનસીબે દેશમાં હવે ચોમાસું આગળ વધી રહ્યું છે. 11 દિવસથી રોકાયેલ ચોમાસુ હવે આગળ વધી ગયું છે. તે જ સમયે, હવામાનશાસ્ત્ર નો અંદાજ છે કે દેશના 9 વિસ્તારોમાં વરસાદ પડશે. છેલ્લા 11 દિવસથી દૂરના ટાપુઓ પર ફૂંકાઈ રહેલો પવન હવે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યો છે. તે એક રાહત હતી. તેથી, દેશના 9 અલગ અલગ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

આગાહી મુજબ 2023 નું ચોમાસુ કઈક આવું રહેશે

હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના મંગળવારે વાવાઝોડું ચાલુ રહ્યું હતું. ત્યારબાદ તે આગામી બે-ત્રણ દિવસમાં દેશમાં આવી શકે છે. આમ જોઈએ તો ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળ પહોંચીને 15 જુલાઈની આસપાસ સમગ્ર રાજ્યમાં ફરી વળશે. પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ હતી. તે કારણે બીજા રાજ્યોમાં પણ વિલંબ થઈ શકે છે. ગુજરાત સહિતના દક્ષિણના દરિયાકાંઠામાં વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

2023 નું ચોમાસુ ખેડૂતો માટે કેવું રહેશે આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષે 10 થી 12 વર્ષ અનીનો વરસાદ થવાની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓ સામાન્ય રીતે કેટલો વરસાદ પડશે તેના અગાઉથી આગાહી કરવા માટે ત્રાટકવાની સંખ્યા ઉપરથી માહિતી મેળવે છે. અરે હા જો 4 આની વરસાદ પડે એટલે કે ખૂબ ઓછો વરસાદ કહેવામાં આવે છે. 16 અણીનો વરસાદ સૌથી સારો વરસાદ ગણવામાં આવે છે.

રોહિણીમાં વરસાદ ચોમાસાની પ્રવૃત્તિઓ માટે શુભ માનવામાં આવે છે. જ્યારે પવન ફૂંકાય છે, ત્યારે નિયમિતપણે વરસાદ પડે છે. આ વરસાદનું સુંદર ચિત્ર છે. અરબ સમુદ્રમાં પણ ચક્રવાત આવશે અને બંગાળ સમુદ્રમાં તોફાન આવશે. જો વાવાઝોડું દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આગળ વધશે તો ભારે વરસાદ પડશે અને જો તે ઓમાન તરફ આગળ વધશે તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. બે ચક્રવાતને કારણે વરસાદ માટે સ્થિતિ સાનુકૂળ હતી, પરંતુ જેમ જેમ વાવાઝોડું વધે છે તેમ તેમ પવનને કારણે ચોમાસામાં પણ વિલંબ પડી શકે છે.

વધુમાં વાંચો :- અરે બાપ રે! 100 ના કિલો ભીંડા ખેડૂત બન્યા માલામાલ તમે પણ કરો આવી રીતે ખેતી

ઉપરાંત, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસમાં વરસાદ પડશે અને આગામી 24 કલાકમાં આંધી-તોફાન થશે. આવતીકાલથી વાવાઝોડા અને ભારે પવનની શક્યતા છે. બેસિન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ ના કારણે રાજસ્થાનમાં વાવઝોડા સાથે વરસાદી વાદળો રચાય છે. ઉત્તર ગુજરાતમાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે આવી જશે તેવી શક્યતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *