ગઈકાલે ફેમિના મિસ ઈન્ડિયા 2023ની ફિનાલે થઈ ગઈ છે અને તેમાં રાજસ્થાનની નંદિની ગુપ્તાએ શનિવારે ગ્રાન્ડ ફિનાલેમાં તાજ જીતી લીધો છે. જણાવી દઈએ કે 19 વર્ષની નંદિની ગુપ્તા ઉપરાંત દિલ્હીની શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર અપ અને મણિપુરની થૌનાઓજમ સ્ટ્રેલા લુવાંગ સેકન્ડ રનર અપ રહી હતી.
હાલ આ ફેમિના મિસ ઈન્ડિયા 2023ની ફિનાલેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને હાલ ચાહકો ત્રણેય સ્પર્ધકોને અભિનંદન આપતા જોવા મળે છે.
નંદિની ગુપ્તાએ 19 વર્ષની ઉંમરે જીત્યો ફેમિના મિસ ઈન્ડિયા
જણાવી દઈએ કે ફેમિના મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીતનાર ક્રાઉનિંગ નંદિની ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો સાથે એક ખાસ કેપ્શન લખ્યું, દુનિયા – યે લિજીયે. નંદિની ગુપ્તાએ સ્ટેજ જીતી લીધું છે.
તેને તેના ચાર્મ, સહનશક્તિ અને સુંદરતાથી અમારા હૃદય પણ જીતી લીધા છે! આ સાથે જ અમને ખૂબ ગર્વ છે. તે મિસ વર્લ્ડ સ્ટેજ પર જોવા માટે રાહ જોઈએ છીએ! તમારી મુસાફરી અને તમારો તાજ મેળવવા માટે તમે જે મહેનત કરી છે તેના પર અમને ગર્વ છે.’ એ બાદ લોકો પણ તેમને પોસ્ટ પર અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.
જણાવી દઈએ કે બ્લેક ગાઉનમાં રેમ્પ વોક કરતી વખતે નંદિની ખૂબ જ સુંદર લાગી રહી હતી, આ સાથે જ મહત્વની વાત એ છે કે નંદિની માત્ર 19 વર્ષની છે અને મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ નંદિની હવે મિસ વર્લ્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મહત્વનું છે કે ગયા વર્ષની મિસ ઈન્ડિયા સિની શેટ્ટીએ તાજ જીત્યો હતો.
વધુમાં વાંચો :- સાઉથની ફિલ્મોમાં ધૂમ મચાવશે આ 5 બોલિવૂડ સ્ટાર્સ, અમિતાભથી લઈને દીપિકાનું નામ સામેલ
મણિપુરમાં ‘ફેમિના મિસ ઈન્ડિયા’નું આયોજન કરવામાં આવ્યું હતું અને ગઇકાલની એ જ્યાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ પહોંચી હતી. અનન્યા પાંડે, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન, નેહા ધૂપિયા અને મનીષ પોલ જોવા મળ્યા હતા.