10 વર્ષથી લગ્નના બંધનમાં બંધાયેલ દંપત્તિ ચોંકી ઉઠ્યું. જ્યારે તેમના ડીએનએ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, તેઓ ભાઈ અને બહેન છે. બંનેને ત્રણ બાળકો પણ છે જ્યારે કપલની વાત સોશિયલ મીડિયા પર સેર થઈ ત્યારે લોકોએ કહ્યું કે, તમારે છુટાછેડા લઈ લેવા જોઈએ.અમેરિકાના કોલોરાડોના એક વિચિત્ર સમાચાર સામે આવ્યા છે. અહીં વર્ષોથી રહેતા પરિવારના જીવનમાં અચાનક તોફાન આવ્યું.

A unique

સેલીના અને જોસેફ ના લગ્નને 10 વર્ષ થયા. તેઓ એકબીજાની 17 વર્ષથી ઓળખે છે. બંનેને ત્રણ બાળકો પણ છે. એક સામાન્ય સુખી કુટુંબ છે. અહીં એવું બન્યું કે સેલિનાએ અચાનક તેનો અને તેના પતિનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો નક્કી કર્યું, પરંતુ તેને અંદાજો નહોતો કે ડીએનએ રિપોર્ટ જોયા બાદ તેના પગ તળેથી જમીન સરકી જશે. તેણે જોયું કે જોસેફ સેલીનાનો પિતરાઈ ભાઈ હતો. જે એકદમ નજીકનો સંબંધ ધરાવે છે.

ચાલીના એ પોતાના અનુભવો પર પુસ્તક લખ્યું છે. તેણે મજાકમાં કહ્યું કે,’આ સમાચાર એક સારો આઈસ બ્રેકર છે’ આ સિવાય તેણે અન્ય યુગલને તેમના પોતાના કુટુંબનું વૃક્ષ તપાસવાની સલાહ આપી. તેની ક્લિપ ઝડપથી વાયરલ થઈ ગઈ અને હવે તેને ચાર મિલિયન વખત જોવામાં આવી છે. જોકે ઘણા બધાએ આના પર નકરાત્મક ટીપ્પણીઓ પણ કરી છે. લોકોએ નકારાત્મક ટિપ્પણી કરતા કહ્યું કે,’ તેઓ અલગ થઈ જાય.’

સેલિના એ ક્ષણનું વર્ણન કરે છે જ્યારે તેને પહેલીવાર ખબર પડી કે, તેનો પતિ તેનો પિતરાઈ ભાઈ છે.તેણે કહ્યું:- તે ખતરનાક હતું, પરંતુ અમારો પ્રેમ પહેલા કરતા વધુ મજબૂત બન્યો છે. તેણે લખ્યું:- અમારા ત્રણ બાળકો હતા અને મને ખબર પડી કે અમે ભાઈ-બહેન છીએ. મેં 2016 માં મારો DNA ટેસ્ટ કરાવ્યો અને પરિણામ ચિંતાજનક હતું. મેં મારા પતિને કહ્યું- ‘બેબી, આપણે ભાઈ-બહેન છીએ, શું આપણે સાથે રહીશું? તે વિચિત્ર છે.’ તે ખરેખર ડરી ગયો પરંતુ અમે નક્કી કર્યું કે અમે તેને વિશ્વ માટે બદલીશું નહિ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *